ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૧ એપ્રિલ 2021
બુધવાર
નાસિકમાં એક ગમખ્વાર ઘટના બની છે. અહીં મહાનગરપાલિકાનું હોસ્પિટલ જે એક પ્રાઇવેટ બોડી દ્વારા સંચાલિત હતું તેમાં ઓક્સિજન લીક થતાં 22 લોકોના મૃત્યુ થયા છે.
વાત એમ છે કે એક ટેન્કર ઓક્સિજનની સાથે આવી રહ્યું હતું જેનો વાલ ખુલી જતાં ઓક્સિજન લીક થયો હતો. આ વસ્તુને રિપેર કરવામાં હોસ્પિટલના કર્મચારીઓને અડધા કલાક જેટલો સમય લાગ્યો. આ સમયગાળા દરમિયાન જે દર્દીઓ વેન્ટિલેટર પર હતા તેઓના ઓક્સિજનનું લેવલ ઓછું થઈ ગયું. અને ઓછા દબાણથી ઓક્સિજન આવવાને કારણે 22 લોકોના મૃત્યુ થયા.
બોરીવલી રેલવે સ્ટેશન નું એન્ટ્રેન્સ બંધ કરાયું. જુઓ વિડિયો… જાણો વિગતો…
આ દુર્ઘટનાને કારણે સમગ્ર મહારાષ્ટ્ર માં અરેરાટી વ્યાપી ગઇ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મુલુંડ માં આગ લાગી જતા કોરોના ના અનેક પેશન્ટો ના મૃત્યુ થયા હતા. હવે આ દુર્ઘટના થઈ છે.