Site icon

Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ

નાસિક: નાસિકમાં બુધવારે વહેલી સવારે થયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ગુજરાતના સુરતના ત્રણ શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે.

Nashik car accident નાસિકમાં કાર અકસ્માત શિરડી જઈ રહેલા ગુજરાતના

Nashik car accident નાસિકમાં કાર અકસ્માત શિરડી જઈ રહેલા ગુજરાતના

News Continuous Bureau | Mumbai

Nashik car accident નાસિક: નાસિકમાં બુધવારે વહેલી સવારે થયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ગુજરાતના સુરતના ત્રણ શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી બેની હાલત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માત યેવલા ખાતે નાસિક–છત્રપતિ સંભાજી મહારાજ હાઇવે પર થયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, સુરતના સાત યુવાનો સાઈ બાબાના દર્શન માટે શિરડી ગયા હતા. દર્શન કરીને નાસિક થઈને સુરત પરત ફરતી વખતે, નાસિક જિલ્લાના યેવલા તાલુકાના એરંદગાંવ રાયતે શિવર વિસ્તારમાં તેમની ફોર્ચ્યુનર ગાડીને અકસ્માત નડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતનું કારણ ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યું હોવાનું જણાઈ આવે છે, જેના કારણે કાર રસ્તાની બાજુમાં પલટી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ ઘટનામાં બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી એકનું નાસિકમાં સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ મૃત્યુ થતાં, મૃત્યુઆંક વધીને કુલ ત્રણ થયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!

ચાર ઘાયલોને નાસિકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમાંથી બેની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારી સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોએ ભારે જહેમત બાદ તમામને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે નાસિક મોકલ્યા હતા. આ ઘટના બાદ રસ્તા પર ભારે ભીડ એકઠી થતાં, પોલીસે દખલગીરી કરીને ટ્રાફિક સામાન્ય બનાવ્યો હતો.
પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ઘટનાસ્થળની આસપાસ લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવવાનું શરૂ કર્યું છે અને વાહનની ટેક્નિકલ તપાસ પણ કરવામાં આવશે.પોલીસે કાયદાકીય કાર્યવાહી નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

 

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version