Nashik : ગાઢ નિદ્રામાં સૂતા હતા લોકો, ત્યારે બેડરૂમમાં ઘૂસી ગયો એક દીપડો, વહેલી સવારે પોલીસ બોલાવવી પડી. જુઓ વિડીયો

Nashik : Leopard found hiding inside bedroom of Nashik home, captured. Watch

News Continuous Bureau | Mumbai

 Nashik : મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિક (Nashik) જિલ્લામાં એક ઘરમાં ઘૂસવામાં સફળ રહેલા દીપડા (Leopard) ને રવિવારે વન અધિકારીઓએ પકડી લીધો છે. દીપડો ઘરના બેડરૂમ (Bedroom) માં છુપાયેલો જોવા મળ્યો હતો. વન અધિકારીઓ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરાઈને ઘરની બહાર લઈ જવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગત નાસિકમાં શુક્રવારે બે દીપડાઓ ફરતા જોવા મળ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. આમાંથી એક દીપડો વનવિભાગના અધિકારી (forest personnel) ઓએ પકડ્યો હતો, જ્યારે રવિવારે પકડાયેલો દીપડો બીજો હોવાની શક્યતા છે.

જુઓ વિડીયો 

શહેરની મધ્યમાં જોવા મળ્યો દીપડો 

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ પ્રથમ દીપડો શહેરની મધ્યમાં સાવતા નગર વિસ્તારમાં જોવા મળ્યો હતો, જ્યારે બીજો દીપડો લગભગ 5 કિમી દૂર ગોવિંદ નગરમાં જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં શહેરની સાંકડી શેરીઓમાં દીપડાઓ ફરતા જોવા મળે છે. આ લેટેસ્ટ વિડિયો બેંગલુરુની બહારના વિસ્તારમાં બે દીપડા જોવા મળ્યાના લગભગ એક મહિના પછી આવ્યો છે અને પાંચ દિવસની શોધખોળ પછી એકને પકડવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Dev uthani Ekadashi: આ દિવસે છે દેવઉઠી એકાદશી! જાણો પૂજાનો સમય, વિધિ અને મહત્ત્વ વિશે.

દીપડાઓની નસબંધી કરવાનું વિચારી રહી છે  સરકાર 

દરમિયાન, મહારાષ્ટ્ર સરકાર દીપડાઓની વસ્તીમાં વધારો અને માનવીઓ સાથેના સંઘર્ષને કારણે તેમની નસબંધી કરવાનું વિચારી રહી છે. મીડિયા રિપોર્ટ  મુજબ, તે કેન્દ્રને મંજૂરી માટે મોકલવાની દરખાસ્ત તૈયાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ભારતમાં દીપડાઓની ત્રીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવે છે અને વન અધિકારીઓ માને છે કે તાજેતરના વર્ષોમાં સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.