Site icon News Continuous Bureau | Mumbai

Nashik : ગાઢ નિદ્રામાં સૂતા હતા લોકો, ત્યારે બેડરૂમમાં ઘૂસી ગયો એક દીપડો, વહેલી સવારે પોલીસ બોલાવવી પડી. જુઓ વિડીયો

Nashik : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં તમે જોયું હશે કે દીપડાનો હુમલો કેટલો ખતરનાક છે. હવે આવો જ એક ચોંકાવનારો કિસ્સો ભારતના મહારાષ્ટ્રના નાસિકમાં સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ તેના બેડરૂમનો દરવાજો ખોલે છે કે તરત જ અંદર એક ભયાનક દીપડો જોવા મળે છે. બાદમાં તે વ્યક્તિ રેસ્ક્યુ ટીમને બોલાવે છે અને કોઈક રીતે રેસ્ક્યુ ટીમ તેને પકડીને લઈ જાય છે.

Nashik : Leopard found hiding inside bedroom of Nashik home, captured. Watch

Nashik : Leopard found hiding inside bedroom of Nashik home, captured. Watch

News Continuous Bureau | Mumbai

 Nashik : મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિક (Nashik) જિલ્લામાં એક ઘરમાં ઘૂસવામાં સફળ રહેલા દીપડા (Leopard) ને રવિવારે વન અધિકારીઓએ પકડી લીધો છે. દીપડો ઘરના બેડરૂમ (Bedroom) માં છુપાયેલો જોવા મળ્યો હતો. વન અધિકારીઓ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરાઈને ઘરની બહાર લઈ જવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

ગત નાસિકમાં શુક્રવારે બે દીપડાઓ ફરતા જોવા મળ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. આમાંથી એક દીપડો વનવિભાગના અધિકારી (forest personnel) ઓએ પકડ્યો હતો, જ્યારે રવિવારે પકડાયેલો દીપડો બીજો હોવાની શક્યતા છે.

જુઓ વિડીયો 

શહેરની મધ્યમાં જોવા મળ્યો દીપડો 

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ પ્રથમ દીપડો શહેરની મધ્યમાં સાવતા નગર વિસ્તારમાં જોવા મળ્યો હતો, જ્યારે બીજો દીપડો લગભગ 5 કિમી દૂર ગોવિંદ નગરમાં જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં શહેરની સાંકડી શેરીઓમાં દીપડાઓ ફરતા જોવા મળે છે. આ લેટેસ્ટ વિડિયો બેંગલુરુની બહારના વિસ્તારમાં બે દીપડા જોવા મળ્યાના લગભગ એક મહિના પછી આવ્યો છે અને પાંચ દિવસની શોધખોળ પછી એકને પકડવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Dev uthani Ekadashi: આ દિવસે છે દેવઉઠી એકાદશી! જાણો પૂજાનો સમય, વિધિ અને મહત્ત્વ વિશે.

દીપડાઓની નસબંધી કરવાનું વિચારી રહી છે  સરકાર 

દરમિયાન, મહારાષ્ટ્ર સરકાર દીપડાઓની વસ્તીમાં વધારો અને માનવીઓ સાથેના સંઘર્ષને કારણે તેમની નસબંધી કરવાનું વિચારી રહી છે. મીડિયા રિપોર્ટ  મુજબ, તે કેન્દ્રને મંજૂરી માટે મોકલવાની દરખાસ્ત તૈયાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ભારતમાં દીપડાઓની ત્રીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવે છે અને વન અધિકારીઓ માને છે કે તાજેતરના વર્ષોમાં સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

BJP State Incharge New List ભાજપની નવી યાદી જાહેર વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશની મહત્વની કમાન, મહારાષ્ટ્રના પ્રભારી તરીકે આ નેતાની વરણી!
Uddhav Thackeray Maharashtra Election કમિશનરોની ૧૩ ડિસેન્ટ નોટ્સ સામે આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવ, કરી આ મોટી માંગ
Vasant Davkhare Case Verdict ૧૭ વર્ષ જૂના વસંત દાવખરે કેસમાં મોટો ચુકાદો ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે નિર્દોષ જાહેર!
17 Year Old Case Verdict કટ્ટર હરીફો એક જ કેસમાં સાથે! ૧૭ વર્ષ જૂના આંદોલન કેસમાં આજે કોર્ટનો ફેંસલો; શિંદેઠાકરેના રાજકીય ભવિષ્ય પર સૌની નજર
Exit mobile version