News Continuous Bureau | Mumbai
લાઉડસ્પીકર(Loudspeaker)ને લઈને વિવાદાસ્પદ આદેશ કાઢનારા નાશિક પોલીસ કમિશનર(Nashik Police commissioner) દીપક પાંડેય(Deepak Pande)ની બુધવારે ઉતાવળે બદલી(transfer) કરી નાખવામાં આવી છે. નાશિકમાંથી તેમને સીધા મુંબઈ(Mumbai)માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
હાલ મહારાષ્ટ્ર(Maharashtra)માં મસ્જિદ પરના ભૂંગળા(Mosque)ને લઈને વિવાદ(Loudspeaker row) ચાલી રહ્યો છે. એમએનએસ(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ 3 મે પહેલા મસ્જિદ (Mosque)પર વાગતા લાઉડસ્પીકર(Loudspeaker)ને હટાવી લેવાની ચીમકી આપી છે. તેને કારણે હાલ રાજ્યમાં લાઉડ સ્પીકરને લઈને રાજકીય વાતાવરણ બરાબરનું તપ્યું છે. બુધવારે જ હજી રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે(State Home minister Dilip Walse-Patil) લાઉડસ્પીકરને લઈને તમામ રાજકીય પક્ષો (Political Party)સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. એ દરમિયાન ઉતાવળે નાશિકના પોલીસ કમિશનરની બદલી કરી નાખવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનની સ્પીડને લાગી બ્રેક, વડા પ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ અટવાયો. જાણો વિગતે
નાશિક પોલીસ કમિશનર તરીકે દીપક પાંડેય મસ્જિદમાં અઝાન(Azaan) પહેલા અને થવાના 15 મિનિટ બાદ મસ્જિદ સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા અથવા કોઈ પણ પ્રકારના ભજન વગાડવા, ગીત વગાડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમના આ વિવાદાસ્પદ આદેશ સામે નાશિકમાં ભારે વિરોધ થયો હતો. નાગરિકોના વિરોધ અને નારાજગી ને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડી સરકારે(MVA govt) ઉતાવળે તેમની મુંબઈ ટ્રાન્સફર કરી નાખી હતી.