Site icon

નાશિક પોલીસ કમિશનરનું બયાન : નારાયણ રાણેની ધરપકડ માટે રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનની મંજૂરીની જરૂર નથી, આ છે જોગવાઈ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ નારાયણ રાણે સામે નાશિકમાં ગુનો નોંધાયો છે. હવે તેમની ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. એથી ભડકી ગયેલા નારાયણ રાણેએ એવો સવાલ કર્યો છે કે ધરપકડ કરવા હું શું સામાન્ય માણસ છું?  ધરપકડનો આદેશ કાઢનારા શું રાષ્ટ્રપતિ છે? 

નારાયણ રાણે દેશના માનદ પ્રધાન છે એથી તેમની ધરપકડ કાયદેસર પેચ થઈ શકે છે. એથી પ્રશ્ન એવો નિર્માણ થયો છે કે લોકલ પોલીસ તેમની ધરપકડ કરી શકે  કે નહીં? આ સામે નાશિક પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું છે કે નારાયણ રાણે રાજ્યભાના સાંસદ છે,એથી તેમની ધરપકડ બાદ રાજ્યસભાના  અઘ્યક્ષ રહેલા ઉપરાષ્ટ્રપતિને એ બાબતે માહિતી આપવામાં આવશે. એ સાથે જ ઇન્ટેલિજન્સ બ્યુરો, SIT, જિલ્લાદંડાધિકારી, ન્યાય દંડાધિકારી તમામ લોકોને નિયમ મુજબ માહિતી આપવામાં આવશે.

Join Our WhatsApp Community

આશ્ચર્ય! પ્રથમ વખત દરિયામાં ગુલાંટી મારતી જોવા મળી દુર્લભ ગુલાબી ડોલ્ફિન, જુઓ વીડિયો

બંધારણ મુજબ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ બંને સામે ક્રિમિનલ કેસમાં ધરપકડની કાર્યવાહી કરી શકાતી નથી. બાકીના લોકો માટે બંધારણમાં આ જોગવાઈ નથી. કાયદાકીય નિયમ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે. તેમની ધરપકડની આવશ્યકતા કેમ નિર્માણ થઈ એની સંપૂર્ણ માહિતી આદેશમાં જણાવવામાં આવી છે.
 

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version