ભાજપના નેતા નારાયણ રાણેની ગમે ત્યારે ધરપકડની શક્યતા, નાશિક પોલીસે ચક્રો ગતિમાન કર્યાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ઑગસ્ટ, 2021

મંગળવાર

શિવસેના અને નારાયણ રાણે વિરુદ્ધનું યુદ્ધ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે મહારાષ્ટ્રમાં જન આશીર્વાદ યાત્રા પર નીકળ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરવાનો તેમના પર આરોપ છે. મુખ્ય પ્રધાન સામે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ રાજ્યભરમાં તેમની સામે શિવસેનાના કાર્યકર્તાઓ સહિત અન્ય પક્ષના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે નાશિકમાં શિવસેનાના  શહેરાધ્યક્ષ સુધાકર બડગુજરે તેમની વિરુદ્ધમાં પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. નાશિક પોલીસ કમિશનરે નારાયણ રાણેની ધરપકડનો આદેશ આપ્યો છે. એ મુજબ નાશિક પોલીસે તેમની ધરપકડ કરવાનું નક્કી કર્યું છે. એથી નારાયણ રાણેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. નાશિક પોલીસની એક ટુકડી ચિપલૂણ રવાના પણ થઈ ગઈ છે. તેમની ધરપકડ કરીને તેમને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાન સંકટ પર જો બાઈડેનની મોટી જાહેરાત, અફઘાનિસ્તાનને આશ્રય આપવા પર કહી આ મોટી વાત ; જાણો વિગતે 

હાલ ચિપલૂણ રહેલા નારાયણ રાણેની ઘરપકડ માટે નાશિક પોલીસ રવાના થઈ ગઈ છે. એથી ચિપલૂણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!