News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના નાસિક(Nasik)માં આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) સર્જાયો છે. અકસ્માત બાદ બસમાં આગ(FIre in Bus) લાગી હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ(Fire brigade)ની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી અને બચાવ કાર્ય(rescue operation) શરૂ કરી દીધું છે.
Maharashtra:- 10 dead after a Tours & Travel Bus of Chintamani Travels collided with a truck near Nasik and caught fire 10 passengers dead, many injured with burns said source. More details awaited.@DGPMaharashtra @CMOMaharashtra @Dev_Fadnavis @PMOIndia @AmitShah pic.twitter.com/CHY1NNulhQ
— INDRADEV PANDEY (@INDRADE73401515) October 8, 2022
આ અકસ્માત નાશિક-ઔરંગાબાદ રૂટ(Nasik-Aurangabad) પર નંદુરનાકા પાસે થયો હતો. ચિંતામણી ટ્રાવેલ્સની બસ હતી. તેમાં 45-50 લોકો હતા. રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને મદદ કરી છે. દરેકને રૂ.5 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે.
હાલ પોલીસ ટીમ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. જો કે બસમાં આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. પોલીસ ટીમે આ ઘટના અંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી છે.