Site icon

National Road Safety: ગુજરાતમાં ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025’ હેઠળ અવેરનેસ કાર્યક્રમો યોજાયા, 15,000થી વધુ નાગરીકો વર્કશોપમાં થયા શામેલ

National Road Safety: રાષ્ટ્રીય માર્ગ સલમાતી માસ -૨૦૨૫’ની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં અવેરનેસ કાર્યક્રમો યોજાયા

National Road Safety Awareness programs were organized in Gujarat under 'National Road Safety Month 2025'

National Road Safety Awareness programs were organized in Gujarat under 'National Road Safety Month 2025'

News Continuous Bureau | Mumbai

National Road Safety: રાજ્યના નાગરીકોને ટ્રાફિકના નિયમો અંગેની સમજ આપવા અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે નેશનલ રોડ સેફટી ઓથોરિટી દ્વારા રાજ્યભરમાં તા. ૦૧ થી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

માર્ગ અકસ્માતોના બનાવો નિવારવા માટે પોલીસ દ્વારા અકસ્માતોના સર્વે તેમજ રીસર્ચ કરવામાં આવે છે, જેમાં વધુ પ્રમાણમાં બનતા માર્ગ અકસ્માતોના કારણોમાં, વાહનોના પાછળથી અથડાવાના કારણે, વાહનોના પાછળના ભાગે ટેઇલ લાઇટ-બ્રેક લાઇટ ચાલુ ન હોવાના કારણે, વાહનોની ઓવર સ્પીડના કારણે, રોંગ સાઈડથી આવતા વાહનોને કારણે, વાહનોની પાછળ રેડીયમ – રીફ્લેકટર લગાવેલ ન હોવાને કારણે તેમજ અન-અધિકૃત રીતે માર્ગ ઉપર વાહનનું પાર્કિંગ કરેલ હોય તેવા સંજોગોમાં માર્ગ અકસ્માત વધુ સર્જાતા હોવાનું ધ્યાને આવે છે.

આ સમાચાર પણ વાંચો:  SBM Academy: ગ્રામીણ ભારત માટે નવી સુવિધા લોન્ચ કરી, SBM એકેડેમી આટલા રાજ્યોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી

National Road Safety: આ પ્રકારે સર્જાતા જીવલેણ અકસ્માતો નિવારવા માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ટ્રાફિક અંગે જનજાગૃતિ લાવવા ૧ લાખથી વધુ નાગરીકોને ટ્રાફિક અવેરનેશ હેન્ડ બીલ-પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા હતાં. ૯૭ હજારથી વધુ નાગરીકોને ટ્રાફિક અંગે શિક્ષણ આપતી પત્રિકા આપવામાં આવી હતી, તેમજ રાજ્યમાં માર્ગ અકસ્માત નિવારવા ૭૪ હજારથી વધુ વાહનો પર રેડીયમ રીફ્લેકટર લગાડવામાં આવ્યા હતા.

આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન રાજ્યમાં ધોરીમાર્ગનો ઉપયોગ કરનાર ૪૫ હજારથી વધુ નાગરીકો માટે અનેક કાર્યક્રમો યોજાયા હતા, ૧૫ હજારથી વધુ નાગરીકોએ માર્ગ સલામતી અંગેના વર્કશોપમાં ભાગ લીધો હતો, ધોરીમાર્ગને લગતી તાલીમમાં ૯ હજારથી વધુ નાગરીકો હાજર રહ્યા હતા, આ ઉપરાંત ૩ હજારથી વધુ નાગરીકોએ માર્ગ સલામતી સપ્તાહ હેઠળ આઈ ચેક-અપ કેમ્પનો લાભ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો: Budget session: પ્રધાનમંત્રી મોદીએ 2025ના બજેટ સત્રની શરૂઆતમાં વૈશ્વિક વિકાસ પર ભાર મૂક્યો, આ સત્ર દેશના દરેક ક્ષેત્રમાં નવી ઊર્જા અને ગતિ લાવશે

National Road Safety: માર્ગ સલામતી સપ્તાહ અન્વયે ઇન્ટરસેપ્ટર વાહનની મદદથી ૨૫ હજારથી વધુ વાહનોના ઓવર સ્પીડિંગ અંગે કેસ કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત ટ્રાફિક ટીમ દ્વારા દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂલ-કોલેજોમાં ટ્રાફિક અંગેની જાગૃતતા માટે ૬૭૭ પ્રોગ્રામ કરી ૧.૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમજ આપવામાં હતી.

તા. ૧ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત રાજ્યમાં અનાધિકૃત રીતે માર્ગ ઉપર વાહન પાર્કિંગ સંદર્ભે ૪૪ હજારથી વધુ કેસો નોંધી વાહનચાલકોને રૂ.૨ કરોડથી વધુ રકમનો દંડ કરાયો હતો. તેમજ એમ.વી એક્ટ-૧૮૫ મુજબ ૨,૧૧૧ જેટલા ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સીટ બેલ્ટ ન બાંધવાના ૨૬ હજારથી વધુ કેસ, હેલ્મેટ ન પહેરવા પર ૮૮ હજારથી વધુ કેસ, ઓવર સ્પીડીંગના ૨૪ હજારથી વધુ કેસ રોંગ સાઈડ ડ્રાઈવિંગના ૧૮ હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા.

– પ્રિન્સ ચાવલા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version