News Continuous Bureau | Mumbai
- રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામજનોને માર્ગદર્શન અપાયું
National Social Assistance: સામાજિક ઓડિટ નિયામક અને ગ્રામ વિકાસ કમિશનર-ગાંધીનગરના માર્ગદર્શનમાં નાણાકીય વર્ષના દર ૬ મહિને યોજાતા સામાજિક ઓડિટ અંતર્ગત ચોર્યાસી તાલુકાના સણીયા કણદે-કરાડવા ગૃપ ગ્રામપંચાયત ખાતે સામાજિક ઓડિટર દીપક જાયસવાલની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામજનોને માર્ગદર્શન અપાયું હતું.
આ સમાચાર પણ વાંચો: Suraksha Setu Society: ગુજરાત બન્યું સશક્ત અને સુરક્ષિત, સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આટલી મહિલાઓને તાલીમ આપવામાં આવી
સામાજિક ઓડિટર દીપક જાયસવાલે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મળતા લાભ અંગે પૃચ્છા કરી કામોની ભૌતિક ચકાસણી-સ્થળ તપાસ કરી હતી. ગ્રામસભા અને સામાજિક ઓડિટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનો એમના હકો અને લાભોથી વંચિત ન રહે, સમયસર લાભો મળે જેથી ગ્રામ વિકાસ સાથે જિલ્લા-રાજ્યના વિકાસમાં ગતિ આવે એ છે
એમ દીપક જાયસવાલે કહ્યું હતું. સરપંચ જસપાલસિહ સોલંકીએ ગામના પ્રશ્નોનો નિકાલ અંગે વિગતો આપી હતી. આ તકે તલાટી આશિષ માંડવીયા, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed