Natural Farming Success Story સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ, માત્ર ૧૦ રૂપિયામાં મેળવ્યું નિંદામણમાંથી મુક્તિ

Natural Farming Success

by kalpana Verat
Natural Farming Success Story  સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ, માત્ર ૧૦ રૂપિયામાં મેળવ્યું નિંદામણમાંથી મુક્તિ

 

News Continuous Bureau | Mumbai

SurendranagarFarmerAchievesRemarkableSuccesswithCostEffectiveNaturalWeedicide.webp
English Headline Natural Farming Success Story Surendranagar Farmer Achieves Remarkable Success with CostEffective Natural Weedicide
Section રાજ્ય
Gujarati Headline & Script
HL Natural Farming Success Story સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ, માત્ર ૧૦ રૂપિયામાં મેળવ્યું નિંદામણમાંથી મુક્તિ
SUB HL Natural Farming Success Story ૧૫ લીટર ગૌમૂત્ર અને એક કિલો મીઠાના ઉપયોગથી મેળવ્યું રાસાયણિક દવા જેવું જ પરિણામ
Story Natural Farming Success Story સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામના યુવા ખેડૂત પરેશભાઈ ડુમાણીયાએ ગૌઆધારિત ખેતી દ્વારા નિંદામણનાશકનો સસ્તો અને અસરકારક વિકલ્પ શોધી કાઢ્યો છે.

Natural Farming Success Story – મોંઘી દવાઓનો સસ્તો અને સફળ વિકલ્પ

ખેતીમાં નિંદામણ દૂર કરવા માટે ખેડૂતો મોટાભાગે મોંઘી કેમિકલયુક્ત દવાઓનો ઉપયોગ કરતા હોય છે, જે જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે પરેશભાઈએ પોતાની કોઠાસૂઝથી ૧૫ લીટર ગૌમૂત્રમાં માત્ર ૧ કિલો મીઠું ભેળવીને એક કુદરતી દ્રાવણ તૈયાર કર્યું. આ પ્રયોગનો છંટકાવ કરતા માત્ર પાંચ દિવસમાં નિંદામણ સુકાઈ ગયું, જેનો ખર્ચ રાસાયણિક દવાની સરખામણીએ નહિવત રહ્યો છે. આ સફળ પ્રયોગથી પ્રભાવિત થઈને કૃષિ અધિકારીઓએ અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવવા માર્ગદર્શન આપ્યું છે.

Natural Farming Success Story – ગલગોટાની ખેતીથી બમ્પર નફો અને આર્થિક સમૃદ્ધિ

પરેશભાઈએ માત્ર નિંદામણનાશક જ નહીં, પરંતુ પાક વ્યવસ્થાપનમાં પણ નવી રાહ ચીંધી છે. તેમણે કપાસના પરંપરાગત વાવેતરને બદલે ૧૦ ગુંઠા જમીનમાં ગલગોટાનું વાવેતર કર્યું, જેમાંથી તેમને ૧૦૦ મણથી વધુ ઉત્પાદન મળ્યું અને આશરે ૧.૨૫ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો થયો. આ ઉપરાંત, તેમણે ગૌમૂત્ર અને છાણના ઉપયોગથી તૈયાર કરેલા ‘રેસિડ્યુ ફ્રી’ (Residue Free) જીરાનું આણંદ લેબોરેટરીમાં પરીક્ષણ કરાવીને માર્કેટ ભાવ કરતા બમણા ભાવે વેચાણ કરી એક નવી મિસાલ કાયમ કરી છે.

Natural Farming Success Story – પ્રાકૃતિક ખેતી તરફ પરેશભાઈનો પ્રવાસ

વર્ષ ૨૦૧૬થી પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા પરેશભાઈએ ૨૦૧૯ બાદ પોતાની જમીનમાં સંપૂર્ણપણે કેમિકલનો ઉપયોગ બંધ કરી દીધો છે. તેમના મોડલ ફાર્મમાં આજે ગલગોટા, વઢવાણી મરચાં, ચણા અને મેથી જેવા અનેક પાકો લેવામાં આવે છે. પોતાના આદર્શ જીવનસાથીના સહયોગ અને ગૌમાતા પ્રત્યેના પ્રેમને કારણે તેઓ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. રાજ્ય સરકાર તરફથી તેમને ‘બેસ્ટ તાલુકા ફાર્મર એવોર્ડ’ સહિત અનેક પ્રોત્સાહન પ્રાપ્ત થયા છે.

👉 આ સમાચાર વાચો:
GATC Recognition Deadline વ્યવસાયિક તક સરકારી માન્યતા પ્રાપ્ત ટેસ્ટ સેન્ટર્સ બનવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ; છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More