News Continuous Bureau | Mumbai
Navi Mumbai Girl Murder : નવી મુંબઈના ઉરણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉરણ-પનવેલ રોડ પરથી 22 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને આશંકા છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવતીનું નામ યશશ્રી શિંદે છે અને તેની છાતી અને શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે. આ બનાવથી વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ છે.
Navi Mumbai Girl Murder : પોસ્ટમોર્ટમ માટે ઉરણની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો
મળતી માહિતી મૃતક યુવતી યશશ્રી શિંદે છેલ્લા બે દિવસથી ગુમ હતી. હાઈવે પર પડેલા યુવતી ના મૃતદેહને પોલીસે કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ઉરણની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Navi Mumbai Girl Murder : પોલીસને છે આ શંકા
યશશ્રીનો મૃતદેહ શનિવારે સવારે ઉરણ-પનવેલ હાઈવે પર રોડ નજીકથી મળી આવ્યો હતો. પોલીસને આશંકા છે કે પ્રેમ પ્રકરણના કારણે તેની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. હત્યાને અંજામ આપનાર આરોપીઓએ યશશ્રીને છાતી અને શરીર પર ઘા માર્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Hit-and-Run: વરલીમાં વધુ એક હિટ એન્ડ રન કેસ, BMWએ બાઇક સવારને ટક્કર મારી; યુવક હારી ગયો જિંદગી સામે જંગ..
Navi Mumbai Girl Murder : પોલીસે શરૂ કરી રોપીની શોધખોળ
પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. દરમિયાન યશશ્રીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે અમારી પુત્રીની હત્યા કરનાર આરોપી મુસ્લિમ છે. પોલીસે આરોપીની વહેલી તકે ધરપકડ કરીને ફાંસીની સજા આપવી જોઈએ તેવી પણ માંગણી કરી છે.