News Continuous Bureau | Mumbai
Navi Mumbai નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) આવતીકાલ એટલે કે 25 ડિસેમ્બરથી સત્તાવાર રીતે દેશના એવિએશન મેપ પર સ્થાન મેળવશે. આ એરપોર્ટ શરૂ થવાથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અને ફ્લાઈટ્સનું ભારણ ઘટશે. અદાણી ગ્રુપ દ્વારા વિકસિત આ એરપોર્ટ પર પહેલા દિવસે 13 ફ્લાઈટ્સ ટેક-ઓફ કરશે અને કુલ 30 એર ટ્રાફિક મૂવમેન્ટ (આગમન અને પ્રસ્થાન) નોંધાશે.
પ્રથમ ફ્લાઈટનું શેડ્યૂલ
Text : શેડ્યૂલ મુજબ, એરપોર્ટ પર પહેલું વિમાન ઈન્ડિગોનું લેન્ડ થશે.
પ્રથમ લેન્ડિંગ: સવારે 8:00 વાગ્યે બેંગલુરુથી આવતી ઈન્ડિગોની ફ્લાઈટ (6E 460).
પ્રથમ ટેક-ઓફ: સવારે 8:40 વાગ્યે હૈદરાબાદ માટે ઈન્ડિગોની ફ્લાઈટ (6E 882).
પહેલા દિવસનું સંપૂર્ણ ફ્લાઈટ શેડ્યૂલ (પ્રસ્થાન)ફ્લાઇટના શિડ્યુલ મુજબની વિગતો નીચે મુજબ છે:
સવારે 08:40: હૈદરાબાદ (ઈન્ડિગો, 6E882)
સવારે 08:50: દિલ્હી (અકાસા એર, QP1832)
સવારે 08:55: બેંગલુરુ (એર ઈન્ડિયા એક્સપ્રેસ, IX2915)
સવારે 09:25: દિલ્હી (ઈન્ડિગો, 6E5263)
સવારે 10:10: અમદાવાદ (ઈન્ડિગો, 6E837)
સવારે 10:40: મંગલુરુ (ઈન્ડિગો, 6E865)
બપોરે 01:45: નાગપુર (ઈન્ડિગો, 6E817)
બપોરે 02:05: દિલ્હી (એર ઈન્ડિયા એક્સપ્રેસ, IX2153)
સાંજે 04:00: ગોવા (ઈન્ડિગો, 6E2054)
સાંજે 05:40: ગોવા (અકાસા એર, QP1927)
સાંજે 06:25: કોચ્ચિ (ઈન્ડિગો, 6E908)
સાંજે 07:30: લખનૌ (ઈન્ડિગો, 6E830)
સાંજે 07:45: બેંગલુરુ (ઈન્ડિગો, 6E461)
આ સમાચાર પણ વાંચો : Jeffrey Epstein Files: એપ્સ્ટેઈન લિસ્ટમાં ટ્રમ્પના નામથી સનસનાટી: 30,000 દસ્તાવેજોમાં છુપાયેલું છે કાળું સત્ય, જાણો શું છે આખો વિવાદ.
કમળના ફૂલ જેવી અદભૂત ડિઝાઈન
આ એરપોર્ટનું ટર્મિનલ ‘કમળના ફૂલ’ થી પ્રેરિત છે, જે ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો સંગમ છે. અદાણી ગ્રુપ અને સિડકો (CIDCO) ના સહયોગથી બનેલું આ એરપોર્ટ માત્ર પરિવહનનું માધ્યમ જ નહીં, પણ નવી મુંબઈના આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. શરૂઆતમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થયા બાદ ટૂંક સમયમાં અહીંથી ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ શરૂ કરવામાં આવશે.