ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
25 નવેમ્બર 2020
નવી મુંબઈના રસ્તાઓ પર રંગબેરંગી બસ જોવા મળે તો નવાઈ ન પામતા. આ છે એક આધુનિક હરતુફરતું ટોઈલેટ..
કચરા મુક્ત શહેરનું ફાઇવ સ્ટાર રેટિંગ મેળવનાર નવી મુંબઈ મહારાષ્ટ્રનું 'એકમાત્ર શહેર' છે અને 'નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન' કચરા મુક્ત શહેરનું ડબલ પ્લસ રેટિંગ ધરાવનાર એક માત્ર મનપા છે.
એક અભિયાન અંતર્ગત દેશમાં સાર્વજનિક શૌચાલયો પર ખાસ ધ્યાન આપાઈ રહ્યું છે, જે સ્વચ્છતાનો મહત્વપૂર્ણ ભાગ છે. નવી મુંબઈ પ્રશાસને શૌચાલયો વિશે નવીન પ્રયોગ અમલમાં મૂકીને, મોબાઇલ શૌચાલયો બનાવ્યા છે. એટલે કે એનએમએમટી જૂની બસોનું સફળતાપૂર્વક રિસાયક્લિંગ કરી કલાત્મક હરતાફરતા શૌચાલયમાં ઉપયોગ થઈ રહી છે.
આ મોબાઈલ શૌચાલયમાં આગળના ભાગમાં મહિલાઓ અને પાછળના ભાગને માણસો માટે બનાવાયું છે. આમાં પુરુષો અને સ્ત્રીઓ માટે 2 વોશ બેસિન અને અલગ ચેન્જિંગ રૂમ પણ છે. આ બસોની ટોચ પર પાણીની ટાંકી મુકવામાં આવી છે અને તમામ જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવી છે, આ મોબાઇલ શૌચાલય નવી મુંબઈની જનતાની સેવા માટે તૈયાર છે.
