News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ(Congress)ના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ઘુને લીવર સંબંધિત સમસ્યા સામે આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમને ચંદીગઢ પીજીઆઈના નેહરુ હોસ્પિટલ એક્સટેન્શનના હેપ્ટોલોજી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
તબીબોના જણાવ્યા અનુસાર સિદ્ધુ હાલમાં તેમની દેખરેખમાં છે. તેમની હાલત હવે સ્થિર છે.
આ પહેલા તેમને સવારે હેપ્ટોલોજી ટેસ્ટ માટે PGI ચંદીગઢ લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા સિદ્ધને 20 મેના રોજ પટિયાલા જેલમાં લઈ જવામાં આવ્યા હતા. હકીકતમાં 1988ના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે સિદ્ધ ને એક વર્ષની જેલની સજા સંભળાવી હતી.
આ સમાચાર પણ વાંચો : સાવધાન- શું તમે જાણો છો- શાકાહારી – માંસાહારી ખાદ્યપદાર્થના સિમ્બોલ બદલાઈ ગયા છે
