નવજોત સિંહ સિદ્ધુને જેલમાં મળી આવી નોકરી, બે શિફ્ટમાં થાય છે ડ્યુટી; જાણો કેટલું મળશે વેતન

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) હાલ ૩૪ વર્ષ જૂના રોડ રેજ કેસ(Road rage case) મામલે એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. ત્યારે જેલમાં તેમને ક્લેરિકલ કામ માટે સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધુ પટિયાલા જેલ(Patiyala jail)માં પોતાની સજા ભોગવી રહ્યા છે. જેલ અધિકારીઓએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે મંગળવારથી જ સિદ્ધુએ જેલમાં પોતાનું કામ શરુ કરી દીધું છે. 

રિપોર્ટ્‌સ અનુસાર સિદ્ધુ બે શિફ્ટ(Shift)માં આ કામ કરશે. જેમાં પહેલી શિફ્ટ સવારે ૯થી બપોરના ૧૨ સુધી અને બીજી બપોરના ૩થી ૫ સુધી હશે. જેલના નિયમો અનુસાર પ્રથમ ત્રણ મહિના સુધી કોઈપણ વેતન વિના ટ્રેનિંગ(training) આપવામાં આવશે. જે બાદ તેમને અકુશળ, અર્ધ કુશળ અને કુશળ કેદીની શ્રેણીએ રાખવામાં આવશે. જે બાદ કેટેગરીના આધારે તેમને ૩૦થી ૯૦ રૂપિયાની વચ્ચે પગાર(salary) મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : દિલ્હીના LGના શપથગ્રહણમાં નારાજ થયા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન, આ કારણે ગુસ્સામાં છોડી ગયા સમારોહ; જુઓ વિડીયો, જાણો વિગતે

મીડિયા સાથે વાત કરતા પંજાબ જેલ(Punjab Jail)ના એક અધિકારીએ જણાવ્યું કે સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ તેમની તબિયત સંબંધિત સમસ્યાઓ(Health issues)ને ધ્યાનમાં રાખતા તેમને પેપર વર્કનું કામ આપવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે તેઓ નોકરી કરતી વખતે જેલ રેકોર્ડ જાળવવામાં મદદ કરશે. 

મહત્વનું છે કે, મેડિકલ બોર્ડની ભલામણ પર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે(judicial magistrate) નવજોત સિંહ સિદ્ધુને જેલમાં વિશેષ આહાર(special food) લેવાની મંજૂરી આપી છે. 

૨૭ ડિસેમ્બર, ૧૯૮૮ના રોજ પાર્કિંગની બાબતે પટિયાલાના નિવાસી ગુરુનામ સિંહ સાથે નવજોત સિંહ સિદ્ધુનો ઝઘડો થયો હતો. જે દરમિયાન સિદ્ધુ અને તેના દોસ્ત રુપિન્દર સિંહ સંધુએ કથિત રીતે ગુરુનામ સિંહને તેમની કારમાંથી બહાર ખેંચીને માર માર્યો હતો. જે બાદ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. ત્યારબાદ એક સાક્ષીએ સિદ્ધુ પર ગુરુનામ સિંહના માથે હુમલો કરીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને ૧૯૯૯માં એક સ્થાનિક કોર્ટે પૂરાવાના અભાવે સિદ્ધુને છોડી મૂક્યા હતા, પરંતુ ૨૦૦૬માં હાઇકોર્ટે તેમને દોષી કરાર આપીને ૩ વર્ષની સજા ફટકારી હતી.

 આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે આર્યન ખાનને NCBની ક્લિનચિટ, ચાર્જશીટમાં આટલા લોકોના નામનો જ ઉલ્લેખ..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More