Site icon

છેલ્લા દસ વર્ષથી જેલમાં બંધ બાપુને મુક્ત કરવા આશારામ બાપુના સાધકોની માંગ ને નવનિર્માણ પાર્ટી એ સમર્થન

News Continuous Bureau | Mumbai

ગુજરાત (Gujarat) અને દેશમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોની અને આશ્રમોની જમીનો(Lands of temples and ashrams) ખાલી કરાવવા દબાણ ઉભું કરવા તેમજ રાજકીય કારણોસર અનેક પરમ પૂજ્ય સંતો(Saints) વિરુદ્ધ વિવિધ પ્રકારના કેસો કરાવવામાં આવી રહ્યાં છે એવો આરોપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઘણાં કેસો પ્રથમ દ્રષ્ટિએ જોતાં જ શંકાસ્પદ લાગે છે તેવી લોકલાગણી છે. હવે જ્યારે ગુજરાતમાં ચૂંટણી થઈ રહી છે ત્યારે નવ નિર્માણ પાર્ટીએ આશારામ બાપુનું(Asharam Bapu) સમર્થન કર્યું છે. 

Join Our WhatsApp Community

ગુજરાત નવનિર્માણ સેના(Gujarat Navnirman Sena) દ્વારા આસારામ બાપુને છોડાવવાની માંગણી ને ટેકો આપતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ(National President) અતુભાઈ દવે એ જણાવ્યું હતું કે પૂજ્ય સંતશ્રી આશારામ બાપુ વિરુદ્ધ કરવામાં આવેલા કેસો પણ શંકા ઉપજાવે તેવા છે અને હાલમાં આ કેસોમાં ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે નામદાર સેશન્સ કોર્ટથી (Namdar Sessions Court) લઈને નામદાર સુપ્રીમ કોર્ટ(Supreme Court) સુધી ન્યાય માટે લડવાનો જેમ દરેક નાગરિકને અધિકાર છે અને એ અધિકાર પૂજ્ય બાપુજીને પણ છે અને ન્યાયિક પ્રક્રિયા મુજબ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પૂજ્ય બાપુજી નામદાર સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે.

આ સમાચાર પણ વાંચો : વાતાવરણ પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે- હજુ આગામી ૪ દિવસ તો રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે

મહત્વની વાત એ છે કે બાપુ હતા ત્યારે તેઓ સનાતન ધર્મ(Sanatana Dharma) ની સતત ચિંતા કરતા હતા અને એ હતા ત્યારે મિશનરીઓ એટલી એક્ટિવ નહતી અને એમના જેલમાં ગયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં(rural areas) મિશનરીઓ દ્વારા તેમનો પ્રચાર કરી સંતો મહાંતોને અંતરિયાળ વિસ્તારમાંથી ભગાડી અને ધર્મ પરિવર્તન નું કરી મોટાપાયે શરૂ કરવામાં આવ્યું છે. આ મામલે દાહોદ ની એક હોટલમાં ગુજરાત નવનિર્માણ સેના ના અધ્યક્ષ અતુલ દવે દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલિદાસ મહારાજ, શિવાનંદ સરસ્વતી મહારાજ, દાન બાપુ તેમજ મહેશભાઈ કટારા, અને બાપુના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
BMC Election Result 2026: મુંબઈ હવે ‘મહાયુતિ’ના કબજે! BMC સહિત 5 મહાનગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી, ભાજપ અને શિંદે જૂથનો ભવ્ય વિજય
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:BMC ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી! ઠાકરે બ્રાન્ડને નુકસાન
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:ભાજપ મુંબઈનો નવો બોસ છે! બીએમસીમાં પહેલી વાર મળી બહુમતી
Exit mobile version