News Continuous Bureau | Mumbai
નવસારી(Navsari) જિલ્લાનામાં ધોરણચ 12 સાયન્સની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું છે. સ્કૂલની સિડીઓ ચડતા એટેક આવ્યો અને હોસ્પિટલ જતા પહેલા જ નાની વયે વિદ્યાર્થિનીનું પ્રાણ પંખેરું વિખેરાઈ ગયું હતું. માત્ર 17 વર્ષની ઉંમરમાં એટેક આવવાની ઘટના અનબિલિવેબલ જેવી ઘટના છે.
હાર્ટએટેકથી મોત થવાની ઘટના જાણે સામાન્ય થઈ હોય તેમ લોકોને હાર્ટએટેક(Heart Attack) આવી રહ્યા છે. પહેલા સિનિયર સિટીઝનમાં આ પ્રકારે હાર્ટેએટેકની સમસ્યા જોવા મળતી હતી ત્યાર બાદ યુવાનો અને હવે તો સ્કૂલના વિદ્યાર્થીઓને પણ હાર્ટએટેક આવી રહ્યા છે. આ પ્રકારની સ્થિત હાર્ટએટેકના કારણે જોવા મળી રહી છે.
નવસારી જિલ્લાના પરતાપોર ગામમાં એબી સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં તનિષા ગાંધી નામની વિદ્યાર્થિની(Student) અભ્યાસ કરતી હતી. સવારે 10 વાગ્યે તનિષા પોતાની ફ્રેન્ડ સાથે સ્કૂલની સિડીઓ ચડી રહી હતી એ દરમિયાન જ તેની તબિયતય લખડી હતી ત્યારે તત્કાલ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ એ પહેલા જ વિદ્યાર્થિની બચી શકી નહોતી. વિદ્યાર્થિનીના મોતથી પરીવારજનો પણ શોકમાં મુકાયા છે. ત્યારે લોકોમાં પણ હવે હાર્ટએટેકની વધી રહેલી ઘટનાઓથી ડર પેઠો છે.
આ સમાચાર પણ વાંચો : Russia Wagner Conflict: રશિયાને નવો પ્રમુખ આપવાની વાત કરનાર યેવજેની રણનીતી પર પાણી ફેરવાઈ ગયુ.