Site icon

NCP નેતા નવાબ મલિક ને કોર્ટ એ આપ્યો ઝટકો, કોર્ટે આ તારીખ સુધી વધારી ન્યાયિક કસ્ટડી

Nawab Malik Custody Extended for another 14 days

NCP નેતા નવાબ મલિક ને કોર્ટ એ આપ્યો ઝટકો, કોર્ટે આ તારીખ સુધી વધારી ન્યાયિક કસ્ટડી

News Continuous Bureau | Mumbai

ફગાવી દેવામાં આવી છે. અને ફરી એકવાર નવાબ મલિકની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ લંબાવવામાં આવી છે. સાથે જ મલિકની મેડિકલ તપાસ માટે કોર્ટે મંજૂરી પણ આપી દીધી છે.

મળતી માહિતી મુજબ, નવાબ મલિક છેલ્લા કેટલાક દિવસોથી કુર્લાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો મલિકની સારવાર શા માટે કરવામાં આવી રહી છે? આ માહિતી મેળવવા માટે તપાસ એજન્સી વતી બોમ્બે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી કોર્ટે સ્વીકારી લીધી છે. જેજે હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટર દ્વારા મલિકની તપાસ કરાવવી જોઈએ, આટલા મહિનાઓથી તેમની પર શું સારવાર થઈ રહી છે? તેમને બીજી કઈ સારવારની જરૂર છે? નિષ્ણાત ટીમને આ સંદર્ભેનો રિપોર્ટ 2 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ, નવાબ મલિકની એક કિડની ફેલ થઈ ગઈ છે અને તેને કિડની ટ્રાન્સપ્લાન્ટની આગળની સારવાર માટે જામીન આપવા માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ બોમ્બે સેશન્સ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. તેથી હવે નવાબ મલિકે કોર્ટના આ ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટમાં ટૂંક સમયમાં આ અંગે સુનાવણી થવાની આશા છે. મલિકની 14-દિવસની ન્યાયિક કસ્ટડી ગુરુવાર, 19 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઈ રહી હોવાથી, બોમ્બે સેશન્સ કોર્ટે વધુ 14 દિવસ માટે લંબાવી દીધી છે.

આ સમાચાર પણ વાંચો:  આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો સણસણતો જવાબ. કહ્યું દુકાનદારી બંધ થવાના ડરથી થઈ રહ્યો છે આ પ્રોજેક્ટનો વિરોધ..

કેસ શું છે?

એનસીપી નેતા નવાબ મલિક વિરુદ્ધ EDનો કેસ કેન્દ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ નોંધાયેલી FIR પર આધારિત છે. મહત્વનું છે કે દાઉદ ઈબ્રાહિમ 1993ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, બોમ્બે હાઈકોર્ટે જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકની જામીન અરજીની તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો. ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સાગરિતો પણ આ ડીલમાં સામેલ છે.

Exit mobile version