ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને મહારાષ્ટ્રમાં ચાલી રહેલુ રાજકારણ અટકવાનું નામ લઈ રહ્યું નથી.
પ્રાપ્ત જાણકારી મુજબ એનસીપી નેતા નવાબ મલિકના જમાઈએ રાજ્યના પૂર્વ સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને માનહાનિ ની નોટિસ મોકલી છે.
સાથે સાથે માનસિક હેરાનગતિ તેમજ આક્ષેપોના કારણે થયેલ નુકસાન બદલ પાંચ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.
દરમિયાન નવાબ મલિકે કહ્યું હતુ કે, મારી પુત્રી નિલોફરે પણ પૂર્વ સીએમ ફડણવીસને ડ્રગ્સના ખોટા આરોપ બદલ કાનૂની નોટિસ મોકલી છે. જો તેઓ માફી નહીં માંગે તો તેમની સામે અમે કોર્ટમાં જઈશું.
ઉલ્લેખનીય છે કે, ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે, મુંબઈ બોમ્બ બ્લાસ્ટના બે આરોપીઓ સાથે મલિક પરિવારે જમીનનો સોદો કર્યો હતો.
બીજી તરફ નવાબ મલિકે પણ આરોપ કર્યો હતો કે, ફડનવીસના સંરક્ષણ હેઠળ રાજ્યમાં નકલી નોટોનુ રેકેટ ચાલતુ હતુ.