ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
મુંબઈના NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ પર પીછો કરવાનો આરોપ લગાવ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે તેની ફરિયાદ મહારાષ્ટ્રના ડીજીપીને કરી છે અને CCTV ફૂટેજ પણ સોંપ્યા છે.
સમીર વાનખેડેએ DGP ને કહ્યું કે પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં તેમનો પીછો કરે છે.
સમીર વાનખેડેની છબી એક કડક અધિકારીની છે. હાલના દિવસોમાં તેમના જ નેતૃત્વમાં એનસીબીએ અનેક મોટા સેલિબ્રિટી પર કાર્યવાહી કરી છે.
ગત 2 ઓક્ટોબરના રોજ એક ક્રૂઝ પર એક પાર્ટીમાં દરોડા બાદ આર્યનની ધરપકડ કર્યા પછી સમીર વાનખેડે ફરીથી એકવાર ચર્ચામાં છે.
ઉલ્લેખનીય છે કે NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ ચર્ચામાં આવ્યા હતા. રિયા ચક્રવર્તીથી લઈને આર્યન ખાન જેવી અનેક સેલિબ્રિટીઓને જેલના સળિયા પાછળ ધકેલી ચૂક્યા છે.