ન્યુઝ કંટીન્યૂઝ
મુંબઈ
મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના ના વધતા વ્યાપને લીધે રાજ્ય સરકાર આંશિક lockdown લગાડવા પર વિચાર કરી રહી છે. તેથી ઠાકરે સરકારના આ નિર્ણયનો એન.સી.પી અને ભાજપ બંને પાર્ટીઓ વિરોધ કરી રહી છે.
છેલ્લા એક મહિનાથી મહારાષ્ટ્રમાં કરોના એ કાળો કેર વર્તાવ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત ઉમેરો નોંધાઈ રહ્યો છે. તેથી જ આ પરિસ્થિતિને કાબુમાં લાવવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સ્વાસ્થ્ય વિભાગ અને કોવિડ ટાસ્ક ફોર્સના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન તેમણે, મહારાષ્ટ્રમાં જો પરિસ્થિતિ વધારે બેકાબુ બને તો રાજ્યમાં lockdown લાદવાનો નિર્ણય પણ લીધો હતો.
એનસીપીના નેતા નવાબ મલિક ના મતાનુસાર, મહારાષ્ટ્ર રાજ્ય અત્યારે lockdown જેવું જોખમ લેવાની સ્થિતિમાં નથી. તેથી તેમણે મુખ્યમંત્રી ઉદધવ ઠાકરે ને અન્ય વિકલ્પો વિચાર કરવા માટે પણ કહ્યું હતું.છેલ્લો કેટલોક સમય મહારાષ્ટ્રમાં આઘડી સરકાર માટે કપરો ચાલી રહ્યો છે. ગઠબંધનની સરકારમાં નાની-નાની તિરાડો પડતી જોવા મળે છે. એમાં પાછું ઠાકરે સરકારનું મહારાષ્ટ્ર રાજ્યમાં ફરીથી lockdown કરવાના નિર્ણય સામે એનસીપીએ લાલ આંખ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં અમિત શાહ અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ હતી.આ બેઠક પછી પહેલીવાર એવું બન્યું છે કે એનસીપી અને શિવસેના એક મુદ્દે સહમત ન હોય ,એના કારણે રાજનૈતિક ચર્ચા ફરીથી ચકડોળે ચઢી છે.