News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) અત્યારે આંતરિક કટોકટીમાં ફસાઈ છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) અને કોંગ્રેસ(Congress) પાર્ટી ઝપાટાભેર પોતાના કામ પતાવી રહી છે. મંત્રાલયમાં અત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા અને પદાધિકારીઓની જોરદાર ભીડ છે. આ બંને પાર્ટીઓ પોતાના વિભાગના નિર્ણય લઈને ઝપાટાભેર આદેશ બહાર પાડી રહ્યા છે. માત્ર ત્રણ દિવસની અંદર ૧૧૨ જેટલા અધ્યાદેશ જાહેર થઈ ગયા છે. તેમજ નાના-મોટા મામલે હજારોની સંખ્યામાં નિર્ણય લેવાઈ ગયા છે.
આમ શિવસેના પાર્ટી અને મુખ્યમંત્રી(CM) વ્યસ્ત હોવાનો પૂરેપૂરો ફાયદો કોંગ્રેસ અને એનસીપી ઉઠાવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : હવે શિવસેનાની ભાષામાં જ શરૂ થયું- એકનાથ શિંદે ની સીધેસીધી ઉદ્ધવ ઠાકરેને ધમકી-કહ્યું-મને ધમકાવવાનું બંધ કરો મને પણ કાયદો સમજાય છે
ત્રણ દિવસ કોણે કેટલા અધ્યાદેશ કાઢ્યા.
23 જૂન સાંજે – કુલ ૧૭ અધ્યાદેશ, ૩ શિવસેનાના ખાતાના, 14 રા.કો.પા અને કોંગ્રેસ પાર્ટીના ખાતાના અધ્યાદેશ.
22 જૂન – કુલ 48 અધ્યાદેશ, 1 શિવસેનાના ખાતાનો અધ્યાદેશ, 47 કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ખાતાઓના અધ્યાદેશ
21 જૂન – કુલ 73 અધ્યાદેશ, જેમાંથી શિવસેના પાર્ટીના ખાતાનો 1 અધ્યાદેશ જ્યારેકે 58 કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ખાતાઓના અધ્યાદેશ