Site icon

એક તરફ ઉદ્ધવ ઠાકરેએ સરકારી નિવાસસ્થાન છોડ્યું તો બીજી તરફ મંત્રાલયમાં કોંગ્રેસ અને એનસીપીએ કાંડ કરી નાખ્યું- ત્રણ દિવસમાં ૧૦૦થી વધુ આધ્યાદેશો જાહેર કર્યા- જાણો અત્યારે મંત્રાલયમાં શું ચાલી રહ્યું છે

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena) અત્યારે આંતરિક કટોકટીમાં ફસાઈ છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) અને કોંગ્રેસ(Congress) પાર્ટી ઝપાટાભેર પોતાના કામ પતાવી રહી છે. મંત્રાલયમાં અત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા અને પદાધિકારીઓની જોરદાર ભીડ છે. આ બંને પાર્ટીઓ પોતાના વિભાગના નિર્ણય લઈને ઝપાટાભેર આદેશ બહાર પાડી રહ્યા છે. માત્ર ત્રણ દિવસની અંદર ૧૧૨ જેટલા અધ્યાદેશ જાહેર થઈ ગયા છે. તેમજ નાના-મોટા મામલે હજારોની સંખ્યામાં નિર્ણય લેવાઈ ગયા છે.

Join Our WhatsApp Community

આમ શિવસેના પાર્ટી અને મુખ્યમંત્રી(CM) વ્યસ્ત હોવાનો પૂરેપૂરો ફાયદો કોંગ્રેસ અને એનસીપી ઉઠાવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : હવે શિવસેનાની ભાષામાં જ શરૂ થયું- એકનાથ શિંદે ની સીધેસીધી ઉદ્ધવ ઠાકરેને ધમકી-કહ્યું-મને ધમકાવવાનું બંધ કરો મને પણ કાયદો સમજાય છે

ત્રણ દિવસ કોણે કેટલા અધ્યાદેશ કાઢ્યા.

23 જૂન સાંજે – કુલ ૧૭ અધ્યાદેશ, ૩ શિવસેનાના ખાતાના, 14 રા.કો.પા અને કોંગ્રેસ પાર્ટીના ખાતાના અધ્યાદેશ.

22 જૂન – કુલ 48 અધ્યાદેશ, 1 શિવસેનાના ખાતાનો અધ્યાદેશ, 47 કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ખાતાઓના અધ્યાદેશ 

21 જૂન – કુલ 73 અધ્યાદેશ, જેમાંથી શિવસેના પાર્ટીના ખાતાનો 1 અધ્યાદેશ જ્યારેકે 58 કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ખાતાઓના અધ્યાદેશ

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version