Site icon

Death Threat: એનસીપી સુપ્રીમો શરદ પવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું તમારા હાલ પણ દાભોળકર જેવા થશે….

Death Threat:શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સુપ્રિયા સુલેએ મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં આવીને ફરિયાદ નોંધાવી છે.

ncp chief sharad pawar gets death threat supriya sule mumbai police

Death Threat: એનસીપી સુપ્રીમો શરદ પવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું તમારા હાલ પણ દાભોળકર જેવા થશે….

  News Continuous Bureau | Mumbai

Death Threat: એનસીપી પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી સૌરભ પિંપળકર નામના વ્યક્તિના ટ્વિટર હેન્ડલ પરથી આપવામાં આવી છે. ટ્વીટમાં વાંધાજનક વાતો લખીને કહેવામાં આવ્યું છે કે ‘શરદ પવારના હાલ પણ દાભોળકર જેવા થશે…; શરદ પવારની પુત્રી અને NCP સાંસદ સુપ્રિયા સુલે ફરિયાદ નોંધાવવા મુંબઈ પોલીસ કમિશનરની ઑફિસ પહોંચી હતી. સુપ્રિયા સુલે પોલીસ કમિશનરને મળ્યા અને મીડિયા સાથે વાતચીત કરતી વખતે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

Join Our WhatsApp Community

સુપ્રિયા સુલેએ કહ્યું, ‘મારા વોટ્સએપ પર આદરણીય પવાર સાહેબના નામે એક મેસેજ આવ્યો છે. આ એક ધમકીભર્યો સંદેશ છે. મેં આ અંગે મુંબઈના પોલીસ કમિશનરને જાણ કરી છે. તેમણે ખાતરી આપી છે કે તેઓ પગલાં લેશે. એક મહિલા અને નાગરિક તરીકે હું મહારાષ્ટ્ર અને દેશના ગૃહમંત્રી પાસે ન્યાય માંગું છું.

સુપ્રિયા સુલેએ કહ્યું, ‘શરદ પવારને કંઈ થશે તો દેશ અને રાજ્યના ગૃહમંત્રી જવાબદાર હશે. જવાબદારી સરકારના ગુપ્તચર તંત્રની છે. મહારાષ્ટ્રની સ્થિતિ સ્પષ્ટપણે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. મહારાષ્ટ્રમાં ભયનું વાતાવરણ છે. અહીં ગુનાખોરી વધી રહી છે. હું અમિત શાહને વિનંતી કરું છું કે રાજ્યમાં શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપો.

આ ધમકી પાછળ કોણ છે તે જાણવું જરૂરી છે – સુપ્રિયા સુલે

સુપ્રિયા સુલેએ કહ્યું કે આ ધમકી પાછળ કોણ છે, શું કોઈ અદૃશ્ય હાથ છે? તેની પાછળની શક્તિ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. ધમકી આપતી વખતે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કોમેન્ટમાં જે પ્રકારના વાક્યો લખવામાં આવી રહ્યા છે તે જોઈને લાગે છે કે આટલી બધી નફરત ક્યાંથી આવી રહી છે. રાજકારણમાં મતભેદો છે, પણ આટલી બધી નફરત?

સુપ્રિયા સુલેએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળશે અને આ અંગે વાત કરશે. સાંસદ સુલેએ પણ રાજ્યમાં વધી રહેલા સાંપ્રદાયિક તણાવ અને મહિલાઓ પર વધી રહેલા અત્યાચારો પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ સરકાર ‘દીકરી બચાવો અને દીકરી ભણાવો’ની વાતો કરે છે, પરંતુ આજે મહારાષ્ટ્રમાં મહિલા સુરક્ષાની શું હાલત છે.

ધમકી આપવી અમારા લોહીમાં નથી, ધમકી આપનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે – ભાજપ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે ધમકી આપવી અમારા લોહીમાં નથી. જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version