ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
મંગળવાર
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, નવી દિલ્હીમાં આજે (મંગળવારે) એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.
નવી દિલ્હીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવાર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં તાજેતરમાં આવેલા પૂર અને તેના પછી ઉભી થયેલી પરિસ્થિતિને લઈને આ બેઠક યોજાઈ રહી છે.
જોકે, બંને મોટા નેતાઓની બેઠક ઘણા નવા સંકેત આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે શરદ પવારે ગત મહિને જ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
