News Continuous Bureau | Mumbai
એનસીપી સુપ્રીમો શરદ પવારે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. શરદ પવારના સમર્થનમાં NCPના રાષ્ટ્રીય મહાસચિવ જિતેન્દ્ર આવ્હાડ સહિત થાણે શહેરના તમામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. આવ્હાડે પોતાનું રાજીનામુ જયંત પાટિલને મોકલી દીધું છે.
તેમના રાજીનામા પાછળનું કારણ સમજાવતા પૂર્વ મંત્રી આવ્હાડે કહ્યું કે ‘અમે આ રીતે શરદ પવારનું રાજીનામું સ્વીકારતા નથી… જ્યાં સુધી પવાર સાહેબ તેમનું રાજીનામું પાછું નહીં ખેંચે ત્યાં સુધી અમે અમારું રાજીનામું પાછું ખેંચીશું નહીં.’
આગામી રાષ્ટ્રપતિના પ્રશ્ન પર આવ્હાડે કહ્યું જિતેન્દ્ર આવ્હાડે તેમના પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમની સાથે અન્ય ઘણા નેતાઓ અને કાર્યકરોએ પણ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બીજી તરફ, જ્યારે જિતેન્દ્ર આવ્હાડને પૂછવામાં આવ્યું કે શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેનું નામ ચર્ચામાં છે તો તેમણે કહ્યું કે મને આ વિશે ખબર નથી.
આ સમાચાર પણ વાંચો : NCP: શરદ પવાર બે દાયકા પછી NCPના અધ્યક્ષ પદેથી હટયા, પાર્ટીની રચના કેમ થઈ અને કેવી રહી તેની સફર, અહીં વાંચો બધું
જિતેન્દ્ર આવ્હાડની ગણતરી શરદ પવારના નજીકના નેતાઓમાં થાય છે. પવારની પુત્રી સુપ્રિયા સુલે સાથે પણ તેમના સારા સંબંધો હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે અજિત પવાર કેમ્પ પર દબાણ બનાવવા માટે, શરદ પવાર તરફી નેતાઓએ રાજીનામાનો આશરો લીધો છે.
બીજી તરફ મુંબઈના યશવંત રાવ ઓડિટોરિયમમાં NCPના વરિષ્ઠ નેતાઓની બેઠક ચાલી રહી છે, જેમાં અજિત પવાર, સુપ્રિયા સુલે, પ્રફુલ પટેલ સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર છે. શરદ પવાર સાથે તેમના રાજીનામા અંગે ચર્ચા ચાલી રહી છે અને આ નેતાઓ તેમને તેમનો નિર્ણય પાછો લેવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે શરદ પવારના NCP અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. હવે તમામની નજર NCPના નવા પ્રમુખના નામની જાહેરાત પર ટકેલી છે. તમને જણાવી દઈએ કે NCPના નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે મુંબઈના YB ચવ્હાણ સેન્ટરમાં NCP નેતાઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં NCPના વરિષ્ઠ નેતાઓ હાજર છે. જણાવી દઈએ કે શરદ પવારે જાહેરાત કરી હતી કે એક સમિતિ નવા પ્રમુખની પસંદગી કરશે. હવે તમામની નજર NCPની આ બેઠક પર ટકેલી છે.
આ સમાચાર પણ વાંચો : રેકોર્ડબ્રેક ટોલ કલેક્શન.. ફાસ્ટેગથી માત્ર એક દિવસમાં થઇ અધધ આટલા કરોડની કમાણી, જાણો આંકડા