ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર જીતેન્દ્ર આવ્હાડ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે.
ભિવંડી ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરતાં મંત્રી જીતેન્દ્ર આવ્હાડે કાર્યકરોને મગજ શાંત રાખવા રજનીગંધા પાનસુપારી ગુટખા, પાનમસાલા ખાવાની વિચિત્ર સલાહ આપી હતી.
સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું હતું કે તમારા વિરોધીઓ હંમેશા તમને ઉશ્કેરશે, જેમાં તેમનો રાજકીય સ્વાર્થ ઘણો મોટો છે.
તમારા વિરોધીઓ તમને ગમે તેટલા ઉશ્કેરતા હોય તો પણ તમારું મગજ શાંત રાખો એમ કહીને મંત્રી જિતેન્દ્ર આવ્હાડે મુસ્લિમોને તેમના માથા પર બરફ રાખવા, રજનીગંધા પાનસુપારી ગુટખા, પાનમસાલા ખાવા અને શાંત રહેવા માટે વધુ પડતું માંસ ન ખાવા વિનંતી કરી હતી.
આ વિવાદાસ્પદ નિવેદને રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા જગાવી છે.