ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિક દરરોજ પત્રકાર પરિષદ લઈને સમીર વાનખેડેથી લઈને ભાજપના નેતાઓ સામે નવા નવા આરોપ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ડ્રગ્સ માફિયાઓ સાથે સંબંધ હોવાનો આરોપ પણ સોમવારે નવાબ મલિકે કર્યો હતો. તેની સામે દેવેન્દ્ર ફડણવીસે મલિકનો અંડરવર્લ્ડ સાથે સંબંધ હોવાનો આરોપ કર્યો હતો. તેનો વળતો જવાબ ફડણવીસને આપતા મલિકે કહ્યું હતું કે “છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તમે મુખ્યપ્રધાન હતા. ગૃહખાતુ તમારી પાસે હતું. તમારો ભાઈ હોટલમાં શું કરે છે તેની જાણ કરી હતી. જો તે હોટેલના ફૂટેજ બહાર પાડયા તો તમને મોઢું છુપાવાની નોબત આવશે. તમારા સમયમાં હોટલમાં સતત પાર્ટી ચાલતી રહેતી હતી. તેના આયોજક કોણ હતા? સરકાર બદલાવાની સાથે જ પાર્ટીઓ થવાની પણ બંધ થઈ ગઈ છે.”
છુપાછૂપી ખતમ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર અનિલ દેશમુખની