News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)તાજેતરમાં શિવસેના સાંસદ સંજય રાઉત(Shivsena MP Sanjay Raut) ની ધરપકડ કરી છે. રાઉતની ધરપકડ બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ED દ્વારા લેવામાં આવી રહેલી કાર્યવાહી પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. દરમિયાન કેટલાક નેતાઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ભાજપ વિપક્ષી નેતાઓને પોતાની પાર્ટીમાં લાવવા માટે ED અને CBIનો ઉપયોગ કરી રહી છે.
આ જ ક્રમમાં રાષ્ટ્રવાદી યુથ કોંગ્રેસ(NCP)ના રાજ્ય સચિવ અક્ષય પાટીલે(Akshay Patil) મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેર(Aurangabad) માં અલગ-અલગ જગ્યાએ બેનરો લગાવ્યા છે. જેમાં પૂછવામાં આવ્યું છે કે શું કેન્દ્રીય તપાસ એજન્સી(Central investigation agency)ઓએ અત્યાર સુધી ભાજપ(BJP)ના કોઈપણ નેતા સામે આવી જ કાર્યવાહી કરી છે.
આ સમાચાર પણ વાંચો : રાહુલ અને સોનિયા ગાંધી ઇડીની રડાર પર- નેશનલ હેરાલ્ડ કેસ મામલે તપાસ એજન્સીએ આટલા સ્થળો પર પાડ્યા દરોડા
અક્ષય પાટીલે બેનર પર સવાલ પૂછ્યો છે કે ED, CBI અને ઈન્કમટેક્સ દ્વારા ભાજપના કોઈ નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે? અને બીજો સવાલ એ છે કે શું ભાજપમાં ગયા પછી ED, CBI અને ઈન્કમટેક્સ ની કાર્યવાહી થઈ રહી છે. સાથે જ બેનરમાં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ પ્રશ્નનો જવાબ આપશે તેને એક લાખ રૂપિયા મળી શકે છે. હાલ આ બેનરોનાં ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેના કારણે રાજ્યમાં વાતાવરણ ગરમાય તેવી શક્યતા છે. ભાજપ એનસીપીને શું જવાબ આપે છે તે જોવાનું રહેશે.