સત્તા કબજે કરવા શરદ પવારનો નવો પ્લાન-કહ્યું-આપણી યુતિ શિવસેના સાથે હતી તો શિંદે પણ શિવસેના કહેવાય-જાણો શું ચાલી રહ્યું છે

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદેના(Eknath shinde) બળવાને કારણે મહાવિકાસ આઘાડીની(MVA Govt) સરકાર તૂટી પડી અને શિવસેનામાં(Shivsena) ઊભી તિરાડ પડી ગઈ છે. બળવાખોર શિંદ ભાજપની(BJP) મદદથી મુખ્ય પ્રધાન(CM) બની ગયા છે. ત્યારે અત્યાર સુધી સતત ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) સાથે રહેનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) વડા શરદ પવારે(Sharad Pawar) ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેથી મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવી બેસનારી રાષ્ટ્રવાદીના નેતા રાજકીય સ્તરે કોઈ મોટો ધડાકો તો નહીં કરે ને  તેની ચર્ચાએ જોર પકડ્યું છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે કે જો શિવસેના અને એનસીપી કોંગ્રેસ સાથે આવશે તો રાજ્યમાં અલગ ચિત્ર જોવા મળશે. હવે શરદ પવાર શિવસેના સાથે યુતિ હતી અને શિંદે પણ શિવસેના જ કહેવાય  એવી વાત કરી રહ્યા છે ત્યારે તેઓ અપ્રત્યક્ષ રીતે ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને પોતાની શિવસેના સાચ્ચી શિવસેના હોવાનો દાવો કરીને મુખ્ય પ્રધાન બની ગયેલા એકનાથ શિંદેને સમર્થન આપવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજ્યમાં ફરી સત્તા મેળવવા તેઓ એકનાથ શિંદેને અપ્રત્યક્ષ રીતે સમર્થન આપી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : સાવધાન- ઝીકા વાયરસ મુંબઈના પાદરે પહોંચ્યો- પાલઘરમાં કેસ મળ્યો- જાણો વિગતે

શરદ પવારના આ વિધાન પર જોકે  મુખ્યમંત્રી શિંદેએ કહ્યું છે કે તેઓ કોઈ રાજનીતિ(Politics) નથી ઈચ્છતા. શરદ પવાર મહાન નેતા છે, તેથી આપણે બધા તેમનું સન્માન કરીએ છીએ. પરંતુ શિવસેનાના જે 50 ધારાસભ્યો આજે ભેગા થયા છે તે હિન્દુત્વના સ્ટેન્ડથી એકઠા થયા છે. હવે અમારી સાથે વિવિધ જિલ્લાના અધિકારીઓ અને કાર્યકરો પણ આવી રહ્યા છે. તેથી  હવે અમે અન્ય કોઈ રાજનીતિ કરવા માંગતા નથી, પરંતુ અમારું અંતિમ લક્ષ્ય રાજ્યનો સર્વાંગી વિકાસ કરવાનું છે.
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *