News Continuous Bureau | Mumbai
NCP MLA disqualification Case : NCP ધારાસભ્યની ગેરલાયકાતની સુનાવણીનું પરિણામ 15મીએ આપવામાં આવશે. તો બીજી તરફ શરદ પવારને થોડા દિવસ પહેલા જ સર્વોચ્ચ રાજકીય ઝટકો આપ્યો હતો અને અજિત પવાર ( Ajit Pawar ) જૂથને પક્ષ અને પ્રતીક મળી ગયું હતું. હવે જ્યારે ચૂંટણી પંચે ( Election Commission ) અજિત પવાર માટે માર્ગ મોકળો કર્યો છે ત્યારે શું ધારાસભ્યની ગેરલાયકાતનો નિર્ણય પણ અજિત પવારની તરફેણમાં જશે? આ અંગે પણ ચર્ચાનું બજાર ગરમ છે. હાલ શરદ પવાર જૂથને ચૂંટણી પંચ તરફથી NCP શરદ ચંદ્ર પવાર ( NCP Sharad Chandra Pawar ) નામ મળ્યું છે.
બીજી તરફ શરદ પવાર ( Sharad Pawar ) જૂથે, અજિત પવાર જૂથને પક્ષ અને પ્રતીક આપવાના ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે..
ઉલ્લેખનીય છે કે, શરદ પવાર જૂથને ( Sharad Pawar group ) સ્વતંત્ર જૂથ તરીકે હવે માન્યતા મળ્યા પછી, ચૂંટણી પંચે તેમને પક્ષનું નામ અને પ્રતીક સૂચિત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તે પછી, શરદ પવાર જૂથને આપેલા વિકલ્પમાંથી ‘નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી શરદ ચંદ્ર પવાર’ એવું નવુ નામ પાર્ટીને આપવામાં આવ્યું છે. હવે એવી માહિતી સામે આવી રહી છે કે શરદ પવાર જૂથ નવા પ્રતીક તરીકે વટવૃક્ષનો આગ્રહ કરી રહ્યું છે. ટૂંક સમયમાં આના પર નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આગામી થોડા દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી ( Rajya Sabha Elections ) યોજાવા જઈ રહી છે અને તેની પૃષ્ઠભૂમિમાં શરદ પવાર જૂથને નવું નામ આપવામાં આવ્યું છે. તેથી પવાર જૂથ હવે આ નવા નામ સાથે ચૂંટણી લડી શકશે.
આ સમાચાર પણ વાંચો : Ghosalkar murder case: અભિષેક ઘોસાળકર હત્યા પ્રકરણમાં થયો નવો ખુલાસો, મોરિસે યુટ્યુબ પરથી પિસ્તોલ ચલાવવા માટે લીધી હતી તાલીમ.. આ મહિને ઘડયુ હતું હત્યાનું ષડયંત્ર..
અજિત પવાર ( Ajit Pawar group ) સાથે કેટલા ધારાસભ્યો?
– મહારાષ્ટ્રમાંથી 41 ધારાસભ્યો
– નાગાલેન્ડમાંથી 7 ધારાસભ્યો
– ઝારખંડ 1 ધારાસભ્ય
– લોકસભા સાંસદ 2
– મહારાષ્ટ્ર વિધાન પરિષદ 5
– રાજ્યસભા 1
શરદ પવાર સાથે કેટલા ધારાસભ્યો?
– મહારાષ્ટ્રના ધારાસભ્યો 15
– કેરળના ધારાસભ્યો 1
– લોકસભાના સાંસદ 4
– મહારાષ્ટ્ર વિધાન પરિષદ 4
– રાજ્યસભા – 3
દરમિયાન બીજી તરફ શરદ પવાર જૂથે, અજિત પવાર જૂથને પક્ષ અને પ્રતીક આપવાના ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુળેએ આ અંગે મીડિયાના પ્રતિનિધિઓને માહિતી આપી હતી. શરદ પવાર જૂથના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે એવો દાવો કર્યો હતો કે, ચૂંટણી પંચે આ ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા જ ઉલ્લેખિત માપદંડોનું ઉલ્લંઘન કરીને આપ્યો છે. કમિશને કયા માપદંડના આધારે અજિત પવાર જૂથને પક્ષનું નામ અને પ્રતીક આપવાનો નિર્ણય લીધો હતો? એવો સવાલ પણ આવ્હાડે ઉઠાવ્યો હતો.