197
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
5 જુન 2020
ગુજરાતમાં રાજ્યસભા ની સીટ જીતવા નું કોંગ્રેસના સપના પર પાણી ફરી વળ્યું છે. કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ના સમાચાર જુના નથી થયા ત્યાં ગુજરાતમાંથી એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા એ પોતાનો ભાજપ પ્રેમ છડેચોક જાહેર કરી દીધો છે. તેણે કહ્યું કે "રાજ્યસભાની ચૂંટણી વેળા હું હંમેશા ભાજપને જ મત આપતો આવ્યો છું" આમ કાંધલના આ નિવેદન બાદ ભાજપના ઉમેદવારની જીત પાક્કી થઇ ચૂકી છે..
દેશમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધન હોવા છતાં ગુજરાતમાં એનસીપી વાંકી ચાલી રહી હોવાનું જણાઇ રહ્યું છે.. આશ્ચર્યની વાત એ છે કે એનસીપી ના ધારાસભ્ય ને પાર્ટી હાઈ કમાન્ડ ના કોઇ બંધન પણ નડી નથી રહ્યા. 19 જૂને ભાજપને મત આપવાનું વચન દેનારા વિરુદ્ધ, રાષ્ટ્રીય નેતાગીરી પણ ચૂપ છે એ નવાઈ લાગે તેવી વાત છે..
You Might Be Interested In