ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જાન્યુઆરી 2022
મંગળવાર
મહારાષ્ટ્રમાં હવે એક પછી એક રાજ્યના મંત્રીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે NCP ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર પણ કોરોનાગ્રસ્ત થઈ ગયા છે.
સાથે જ યુવા સેનાના નેતા અને આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ વરુણ સરદેસાઈ પણ સંક્રમિત થયા છે.
આ પહેલા મંત્રી બાલાસાહેબ થોરાટ, રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરે, મંત્રી યશોમતી ઠાકુર, પ્રવાસ વિકાસ મંત્રી કેસી પાડવી અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પણ સંક્રમિત જોવા મળ્યા હતા.
ઉત્તર મુંબઈના ભાજપના આ ધારાસભ્યને મોટો ઝટકો, જીત્યા પછી પણ મુંબઈ બેંક બે હાથ દૂર; જાણો વિગતે
