News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની રાજનીતિમાં(Maharashtra politics) શિંદે અને ઠાકરેની વચ્ચે જંગ ચાલી રહ્યો છે, આ સિવાય બીજેપી(BJP) પણ જમીન પર સતત સક્રિય જોવા મળી રહી છે. પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, પોતાના પક્ષમાં વાતાવરણ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ માટે જ પુણેમાં ભાજપના એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી ચંદ્રકાંત દાદા પાટીલ(Cabinet Minister Chandrakant Dada Patil) આવ્યા હતા. જયારે આ કાર્યક્રમમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક જ ત્યાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું ગીત વાગવા લાગ્યું.
ભાજપનો કાર્યક્રમ અને કોઈ બીજી પાર્ટીનું ગીત વાગ્યું, તો સૌ ચોંકી ગયા. પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય અને વધુ ફજેતીથી બચવા માટે ભાજપના કાર્યકરોએ તરત જ તે ગીત બંધ કરાવ્યું હતું. પરંતુ સવાલ એ છે કે આખરે ભાજપના કાર્યક્રમમાં અન્ય કોઈ પક્ષનું ગીત કેવી રીતે વાગી ગયું? શું તે માત્ર એક ભૂલ હતી કે કોઈએ વ્યૂહરચના ઘડીને આ હરકત કરી? પાર્ટી આ મામલાની તપાસ કરી રહી છે, પાર્ટી તરફથી કોઈ નિવેદન આપવાનું ટાળવામાં આવી રહ્યું છે.
WATCH #BJP's #Pune Guardian Minister #Chandrakantpatil was left red faced at a public meeting when DJ played the #NCP anthem on his arrival the DJ was later arrested pic.twitter.com/qCzMsfxUTQ
— Siraj Noorani (@sirajnoorani) October 28, 2022
આ સમાચાર પણ વાંચો : રાજકોટમાં વિજય રુપાણીનું નામ લિસ્ટમાં નહીં- જાણો રુપાણીની સીટ પર કોણે નોંધાવી દાવેદારી
ઉદ્ધવ પર પ્રહાર કરી રહી છે ભાજપ
જો કે, મહારાષ્ટ્રમાં આ સમયે ભાજપ સતત ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) આડે હાથ લઈ રહી છે. જ્યારથી રાજ્યમાં એકનાથ શિંદેની સરકાર બની છે ત્યારથી ઉદ્ધવ છાવણી પર પાર્ટીના પ્રહારો ચાલુ છે. ગયા અઠવાડિયે ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે ઉદ્ધવ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે તેમના મોંમાં રામ છે પરંતુ બગલમાં રાહુલ છે. હકીકતમાં, ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે તેઓ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થવાના છે. તેમની સાથે NCP પ્રમુખ શરદ પવાર પણ રાહુલ ગાંધી સાથે જોવા મળશે. હવે ભાજપે આ પરસ્પર ગઠબંધન પર કટાક્ષ કર્યો છે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે ઉદ્ધવ ઠાકરે તેમની વિચારધારાથી ભટકી ગયા છે. તેઓ કહેવા માટે હિન્દુત્વની(Hindutva) વાત કરે છે પરંતુ હવે કોંગ્રેસની(Congress) વિચારધારા તરફ આગળ વધે છે.