Site icon

ગજબ બેઇજ્જતી-  પુણેમાં ભાજપના કાર્યક્રમમાં વાગયું આ પાર્ટીનું ગીત- જાણો શું છે સમગ્ર મામલો 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની રાજનીતિમાં(Maharashtra politics) શિંદે અને ઠાકરેની વચ્ચે જંગ ચાલી રહ્યો છે, આ સિવાય બીજેપી(BJP) પણ જમીન પર સતત સક્રિય જોવા મળી રહી છે. પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, પોતાના પક્ષમાં વાતાવરણ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ માટે જ પુણેમાં ભાજપના એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી ચંદ્રકાંત દાદા પાટીલ(Cabinet Minister Chandrakant Dada Patil) આવ્યા હતા. જયારે આ કાર્યક્રમમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક જ ત્યાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું ગીત વાગવા લાગ્યું.

Join Our WhatsApp Community

ભાજપનો કાર્યક્રમ અને કોઈ બીજી પાર્ટીનું ગીત વાગ્યું, તો સૌ ચોંકી ગયા. પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય અને વધુ ફજેતીથી બચવા માટે ભાજપના કાર્યકરોએ તરત જ તે ગીત બંધ કરાવ્યું હતું. પરંતુ સવાલ એ છે કે આખરે ભાજપના કાર્યક્રમમાં અન્ય કોઈ પક્ષનું ગીત કેવી રીતે વાગી ગયું? શું તે માત્ર એક ભૂલ હતી કે કોઈએ વ્યૂહરચના ઘડીને આ હરકત કરી? પાર્ટી આ મામલાની તપાસ કરી રહી છે, પાર્ટી તરફથી કોઈ નિવેદન આપવાનું ટાળવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  રાજકોટમાં વિજય રુપાણીનું નામ લિસ્ટમાં નહીં- જાણો રુપાણીની સીટ પર કોણે નોંધાવી દાવેદારી

ઉદ્ધવ પર પ્રહાર કરી રહી છે ભાજપ 

જો કે, મહારાષ્ટ્રમાં આ સમયે ભાજપ સતત ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) આડે હાથ લઈ રહી છે. જ્યારથી રાજ્યમાં એકનાથ શિંદેની સરકાર બની છે ત્યારથી ઉદ્ધવ છાવણી પર પાર્ટીના પ્રહારો ચાલુ છે. ગયા અઠવાડિયે ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે ઉદ્ધવ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે તેમના મોંમાં રામ છે પરંતુ બગલમાં રાહુલ છે. હકીકતમાં, ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે તેઓ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થવાના છે. તેમની સાથે NCP પ્રમુખ શરદ પવાર પણ રાહુલ ગાંધી સાથે જોવા મળશે. હવે ભાજપે આ પરસ્પર ગઠબંધન પર કટાક્ષ કર્યો છે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે ઉદ્ધવ ઠાકરે તેમની વિચારધારાથી ભટકી ગયા છે. તેઓ કહેવા માટે હિન્દુત્વની(Hindutva) વાત કરે છે પરંતુ હવે કોંગ્રેસની(Congress) વિચારધારા તરફ આગળ વધે છે.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version