News Continuous Bureau | Mumbai
ગત મંગળવારની સાંજે શિંદે જૂથના(Shinde group) બાગી ધારાસભ્ય ઉદય સામંતની(MLA Uday samant) કાર પર અજ્ઞાત લોકોએ હુમલો(Car attack) કર્યો હતો.
દરમિયાન ભાજપના ધારાસભ્ય(BJP MLA) ગોપીચંદ પડલકરે(Gopichand Padalkar) કહ્યું છે કે આ હુમલા પાછળ એનસીપીના(NCP) કાર્યકરોનો હાથ છે.
તેમણે કહ્યું કે જે કાર્યકરોએ આદિત્ય ઠાકરેની(Aaditya Thackeray) નિષ્ઠાયાત્રા(Nishthayatra) દરમિયાન સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા એ જ રાષ્ટ્રવાદી કાર્યકરોએ(Nationalist activists) ઉદય સામંતની કાર પર હુમલો કર્યો.
ઉપરાંત તેમણે કહ્યું કે પુણેમાં શિવસેનાના(Shivsena) કોઈ કાર્યકર્તા નથી. તે જગ્યાએ એનસીપીના(NCP) કાર્યકરો મોટી સંખ્યામાં છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળ સંદર્ભે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય- પાંચ વર્ષમાં માત્ર એક જ વાર પરવાનગી લેવી પડશે-જાણો વિગતવાર