365
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ દિલ્હીમાં સ્થિત નેશનલ કમિશન ફોર શિડયુલ કાસ્ટ(એનસીએસસી)એ મુંબઈ પોલીસને મંત્રી નવાબ મલિક સામે આગામી 7 દિવસમાં ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે.
આ સાથે કાસ્ટ સ્ક્રુટીની કમિશનના તારણો પણ સાત દિવસમાં સુપ્રત કરવાનો નિર્દેશ મહારાષ્ટ્ર સરકારને કર્યો છે.
ઈન્ડિયન રેવન્યૂ સર્વિસના અધિકારી સમીર વાનખેડેએ નવાબ મલિક સામે એટ્રોસિટીનો આરોપ કરી કમિશનમાં ઘા નાંખી હતી.
મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નવાબ મલિકે સોશિયલ મીડિયા પર સમીર વાનખેડેના કાસ્ટ સર્ટિફિકેટ બાબતે પ્રશ્નો ઉઠાવી આ સર્ટિફિકેટ બનાવટી હોવાનો આરોપ કર્યો હતો.
મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારે નિયંત્રણો હળવા કર્યા, મળશે આ રાહત; જાણો વિગત
You Might Be Interested In