News Continuous Bureau | Mumbai
Bharuch : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) 30 જુલાઈના રોજ ‘મન કી બાત’ના એપિસોડમાં ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનની જાહેરાત કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય એવા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નાયકોનું સન્માન કરવાનો છે જેમણે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ભરૂચના સ્વયં સેવક યોગેશ વસાવા દ્વારા વાલિયા(valiya) તાલુકાના અલગ અલગ ગામોમાંથી દરેક ઘરે ઘરે ફરીને મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રા માટે માટી એકત્ર કરવામાં આવી. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના દરેક ગામોમાંથી માટી અમૃત કળશમાં એકત્ર કરી તાલુકા કક્ષા તેમજ તાલુકા કક્ષાની દિલ્હી(Delhi) ખાતે આયોજીત થનાર કયક્રમમાં ભારત દેશના દરેક ગામોમાંથી આવેલ માટી દ્વારા અમૃત વાટિકાની(Amrut Vatika) રચના કરવામાં આવશે.
સદર કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્ર ના ડેપ્યુટી ડાયરેકટર સુબ્રતા ઘોષના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.
દેશની આઝાદીમાં શહીદી વહોરનારા આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત દેશના દરેક રાજ્યના પ્રત્યેક જિલ્લામાં જે આપણા શહિદો છે, જેઓને દેશના નાગરિકો નથી જાણતા એવા અનસંગ હિરોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Kalash Yatra : નહેરુ યુવા કેન્દ્ર સિલ્વાસા દ્વારા મેરી માટી મેરા દેશ અંતર્ગત કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું