Science City: સાયન્સ સિટીમાં આગામી સમયમાં નવા આકર્ષણો ઉમેરાશે

Science City : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી. સાયન્સ સિટીની મુલાકાત અનેરો અવસર અને કાયમી યાદગીરી બને તેવી આનુષાંગિક વ્યવસ્થાઓ વિકસાવવા માર્ગદર્શન આપ્યું. સાયન્સ સિટીમાં ઊભા કરાશે :: • હ્યુમન એન્‍ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી • એવીએશન એન્ડ ડિફેન્‍સ ગેલેરી • બાયોડાઇવર્સિટી પાર્ક

by Anjali Gala
New attractions will be added to Science City in the near future

News Continuous Bureau | Mumbai

Science City : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (CM Shri Bhupendra Patel ) અમદાવાદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની  ( PM Shri Narendrabhai Modi ) પ્રેરણાથી નિર્માણ થયેલા સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી હતી.

વડાપ્રધાનશ્રીએ  ( Prime Minister ) વિજ્ઞાન સાથે લોકસમુહને જોડવા અને બાળકો-યુવાઓ સૌ કોઈને મનોરંજન સાથે જ્ઞાન તથા નવા વૈજ્ઞાનિક શોધ-સંશોધનની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તે માટે ૧૦૭ હેક્ટર ( 107 hectares ) વિસ્તારમાં આ વર્લ્ડક્લાસ સાયન્સ સિટીનું ( World Class Science City ) નિર્માણ ૨૦૦૧માં ( 2001 ) કરાવેલું છે.
આ સાયન્સ સિટીએ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે ખાસ કરીને બાળ વિદ્યાર્થીઓમાં અનેરું આકર્ષણ અને જિજ્ઞાસા જગાવ્યા છે.

સાયન્સ સિટીમાં વિવિધ ગેલેરીઝ અને પાર્કસ ઉભા કરીને ટેકનોલોજી યુક્ત અભિગમ સાથે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચિ વધે અને ગમ્મત સાથે જ્ઞાન વર્ધન થાય તેવો અભિગમ રાખવામાં આવ્યો છે.
દર વર્ષે એક-એક નવીન ગેલેરી સાયન્સ સિટીમાં નિર્માણ કરવામાં આવે છે.

આ સાયન્સ સિટીમાં હાલ મ્યુઝિકલ ફાઉન્ટેન, રોબોટિક્સ ગેલેરી, એક્વાટીક ગેલેરી, પ્લેનેટ અર્થ અને લાઈફ સાયન્સ પાર્ક જેવા આકર્ષણો મુલાકાતીઓને રોમાંચકારી અનુભવ કરાવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં પ્રવર્તમાન ગેલેરીઝ અને વિવિધ પ્રોજેક્ટસની વિશેષતાઓ તથા તેને વધુ સુવિધા સભર બનાવવા અંગે પણ સમીક્ષા કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Skin Care: ત્વચા માટે વરદાન રૂપ છે મુલતાની માટી, આ વસ્તુ સાથે ઉપયોગ કરશો તો મળશે ઇન્સ્ટન્ટ ગ્લો..

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં બીજા ફેઇઝ નું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૧માં ઉદઘાટન કર્યા બાદ હવે આગામી સમયમાં જે વધુ નવીનતા સભર આકર્ષણો ઊભા કરવાનું આયોજન છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી.

સાયન્સ સિટીમાં હાલના મ્યુઝિકલ ફાઉન્ટેનના અપગ્રેડેશન અને વધુ આકર્ષક બનાવવા સાથે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું નિર્માણકાર્ય અગ્રિમ તબક્કામાં છે.
હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી તેમજ એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરીનું નિર્માણ અંદાજે કુલ રૂ. ૭૫૦ કરોડના ખર્ચે હાથ ધરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સાયન્સ ટાવર અને બાયોડાઇવર્સિટી પાર્ક પણ ઊભા કરવામાં આવશે.

આ સમીક્ષા બેઠકમાં પ્રેઝન્ટેશન દરમિયાન જણાવવામાં આવ્યું કે, સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. ૨૦૧૨ થી ૨૦૨૩ ના દશકમાં અંદાજે ૭૭ લાખ લોકો તેમજ ૨૦૨૨ના એક જ વર્ષમાં ૧૨.૩૯ લાખ લોકોએ સાયન્સ સિટી નિહાળ્યું છે. અંદાજે ૪ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લીધી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી જોવા આવનારા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રેમી યુવાઓ પોતાના અનુભવો અને સાયન્સ સિટીની વ્યવસ્થા અંગેના ફીડબેક માટે અદ્યતન કિયોસ્ક, ટચસ્ક્રિન ટેકનોલોજી વગેરેને કાર્યરત કરવાનું સૂચન કર્યું હતું. તેમણે સ્વચ્છતા-સફાઈનું સતત ધ્યાન રાખવાની પણ તાકીદ કરી હતી.

સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકો પોતે જોયેલી ગેલેરીઝ અને અન્ય આકર્ષણો અનુરૂપ પોતાના પ્રયોગાત્મક વિચારો, કાર્યો અભિવ્યક્ત કરી શકે તે માટે ઓપન-એર સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્સપ્લોરેટોરીયમ પણ બનાવવાનું આયોજન છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બધા જ વિષયો અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને સમયબદ્ધ આયોજન સાથે નવી ગેલેરીઝ અને પાર્કસના નિર્માણ માટે માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ શ્રી પંકજ જોષી, સાયન્સ એન્‍ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદી તથા સાયન્સ સિટીના જનરલ મેનેજર શ્રી વદર વગેરે આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.

આ સમાચાર પણ વાંચો :  Crude Oil Import : રશિયાને લાગશે ઝટકો, સસ્તા પેટ્રોલ માટે ભારત હવે આ દેશ પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરશે..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More