Site icon

New civil hospital : નવી સિવિલ હોસ્પિટલ ખાતે કરાઈ ડાઉન સિન્ડ્રોમ અને ઓરલ હાઈજીન દિવસની ઉજવણી, ૪૫થી વધુ બાળકોને કરાયું એજ્યુકેશન કીટ, હેલ્થ કીટ, ફૂડ અને ચોકલેટનું વિતરણ

New civil hospital :અગ્રણી પરેશભાઈ પટેલે માનસિક અને શારીરિક ખોડખાંપણ ધરાવતા ૪૫થી વધુ બાળકોને એજ્યુકેશન કીટ, હેલ્થ કીટ, ફૂડ અને ચોકલેટનું વિતરણ કર્યું

New civil hospital Down Syndrome and oral hygiene day were celebrated at the new civil hospital

News Continuous Bureau | Mumbai

New civil hospital : નવી સિવિલ હોસ્પિટલ સ્થિત ડીઈઆઈસી વિભાગ ખાતે ડાઉન સિન્ડ્રોમ તથા ઓરલ હાઈજીન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે અગ્રણીશ્રી પરેશભાઈ પટેલે માનસિક અને શારીરિક ખોડખાંપણ ધરાવતા ૪૫થી વધુ બાળકોને એજ્યુકેશન કીટ, હેલ્થ કીટ, ફૂડ અને ચોકલેટનું વિતરણ કર્યું હતું.

Join Our WhatsApp Community

      આ અવસરે પરેશભાઈએ જણાવ્યું કે, “શારીરિક અને માનસિક રીતે વિકલાંગ બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થાય અને તેમની પ્રગતિ માટે મદદરૂપ થવું એ સૌની જવાબદારી છે.”

       ડીઈઆઈસીના ડૉ. હર્ષિતા પટેલે કહ્યું કે, “અમારા કેન્દ્ર પર ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકોની સંપૂર્ણ તબીબી તપાસ કરી, તેમની સમસ્યા મુજબ થેરાપી અને સ્પેશિયલ એજ્યુકેશન આપવામાં આવે છે. દાંત અને કાનની પણ તપાસ નિશુલ્ક કરવામાં આવે છે, જેથી તેઓને યોગ્ય સારવાર અને માર્ગદર્શન મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે.”

આ સમાચાર પણ વાંચો : Gujarat Mega Demolition : અડાજણના પાલનપોર વિસ્તારમાં જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન

       આ ઉજવણીમાં નર્સિંગ કાઉન્સિલ ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા બાળકોના વિકાસ માટે કિટ વિતરણ અને આરોગ્ય સંબંધિત સેવાઓની મહત્વતા પર પ્રકાશ પાડતા કહ્યું, “બાળકોને જરૂરી સાધનો અને તાલીમ મળી રહે, જેથી તેઓ શારીરિક અને માનસિક રીતે સશક્ત બને તેવા પ્રાસો કરવા પર ભાર મુકયો હતો.”

        આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, આર.એમ.ઓ ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલ ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, સંદેશ મહિપાલ, અંકિતા, ઝુનિતા, ડો.રિદ્ધિ, સાક્ષી, ભાવેશ, સિદ્ધેશ્વરીબેન, સુનિતા અલ્પેશ તેમજ નર્સિંગ એસોસિએશનના સ્થાનિક પ્રમુખ અશ્વિન પંડ્યા અને નિલેશ લાઠીયા ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version