News Continuous Bureau | Mumbai
GSRTC: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટીવીટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ( Bhupendra Patel ) મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ( Harsh Sanghvi ) ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં ૨૦ નવીન હાઈટેક વોલ્વો બસોને ( Hi-tech Volvo buses ) ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રીશ્રી એ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની ( Gujarat Hi-tech Volvo buses ) શરૂઆત થઇ ગઈ છે. આ અધતન ટેક્નોલોજી યુક્ત ૨૦ નવીન હાઈટેક બસો ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરૂનગર થી સુરત માટે આઠ બસો, અમદાવાદ નેહરુનગર થી વડોદરા ખાતે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે.
સુવિધાસભર સવારી…એસ.ટી અમારી…
🔶 વાહનવ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતેથી 20 નવીન હાઇ-ટેક વોલ્વો બસોને ફ્લેગ ઑફ આપી પ્રસ્થાન કરાવ્યું…
🔶 આધુનિક ટેક્નોલોજી અને સુવિધાઓથી સજ્જ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે…#GujaratStateTransport pic.twitter.com/82rAt4gwLP
— Gujarat Information (@InfoGujarat) September 12, 2024
વધુમાં શ્રી હર્ષભાઈ સંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે, આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મ, ફાયર ડીટેકશન અને સપ્રેશન, અને ફાયર ડીટેકશન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને ૨૫૦ લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરીકો સુરક્ષિત બહાર આવી શકશે. સાથોસાથ આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Wind energy: રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતની વિશેષ સિદ્ધિ, ગુજરાત આ ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે દેશમાં બન્યું નંબર વન રાજ્ય
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં ૪૭ સીટીંગ કેપેસીટી, ૨x૨ લેધર અને આરામદાયક પુશબેક સીટ, સી.સી.ટી.વી કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એલ.ઇ.ડી. ટી.વી, એકઝોસ્ટ ફેન સાથેના હેચ, ઇમર્જન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.
આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ, કલોલ ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી અનુપમ આનંદ સહિત એસ.ટી. વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)