News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) સામે બળવો કરી મુખ્ય પ્રધાન(Chief minister) બનેલા એકનાથ શિંદેએ(Eknath Shinde) મહાવિકાસ આઘાડીને(Mahavikas Aghadi) એક પછી એક ઝટકા આપી રહ્યા છે. હવે તેમણે રાજ્ય સરકાર(State Govt) સંચાલિત જુદી જુદી સંસ્થાઓમાં મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા નીમવામાં આવેલા સભ્યોની નિમણૂકને રદ કરી નાખી છે.
સોમવારે તેમણે આદેશ આપ્યા બાદ ચીફ સેક્રેટરી(Chief Secretary) મનુકુમાર શ્રીવાસ્તવે(Manukumar Srivastav) તમામ ડિપાર્ટમેન્ટને આગામી સાત દિવસમાં રાજ્યની જુદી જુદી કોર્પોરેશન(Corporation), બોર્ડ(Board), કમિટી(Committee) અને પબ્લિક અંડરટેકિંગ(Public undertaking) માં બિન સરકારી સભ્યોની(Non Government Members) નિમણૂકને રદ કરવાનો પ્રપોઝલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
સરકારી અધિકારીના કહેવા જુદી જુદી બોડીઝ નોન-ઓફિશિયલ મેમ્બર(Non-Official Member) સત્તાધારી પાર્ટીના(ruling party) સભ્યો હોય છે. તેમાથી અમુક લોકોને અપોઈન્ટ કર્યા હોય તેમનો દરજ્જો રાજ્યના મિનિસ્ટર(State Minister) લેવલનો હોય છે.
આ સમાચાર પણ વાંચો : શું મુખ્તાર અબ્બાસ નકવી ને મળવા જઈ રહી છે આ જવાબદારી- પહેલા ટ્વિટર પર અભિનંદન અને પછી ડીલીટ
સામાન્ય રીતે સરકાર બદલાવાની સાથે જ જુદી જુદી બોડીઝમાં અપોઈંટ કરવામાં આવેલા આ નોન-ઓફિશિયલ મેમ્બરની નિમણૂકને પણ રદ કરી દેવામાં આવતી હોય છે. હાલ તમામ બોડીઝમાં કોંગ્રેસ(Congress), રાષ્ટ્રવાદી(NCP) અને શિવસેનાના(Shivsena) સભ્યો છે. તેથી શિંદેએ મુખ્ય પ્રધાન બનવાની સાથે જ આ નિમણૂક રદ કરીને મહાવિકાસ આઘાડીના પક્ષને એક પછી એક ઝટકો આપી રહી છે.