Site icon

સુરત-હૈદરાબાદ વચ્ચે હાઈ-વે બનાવવાની સેન્ટ્રલ મિનિસ્ટર નિતીન ગડકરીની જાહેરાત; મહારાષ્ટ્રને થશે આ ફાયદો; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Community

શનિવાર.

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં હાઈ-વે કામના ભૂમિપૂજન અને લોર્કાપણના કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવાર  અને કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરી એક જ સ્ટેજ પર બિરાજમાન થયા હતા. આ કાર્યક્રમમાં શરદ પવારે પેટભરીને નિતીન ગડકરીની કામગીરીના વખાણ કરતા રાજકીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો હતો. ત્યારે આ પ્રસંગે ગડકરીએ સુરત હૈદરાબાદ વચ્ચે નવો હાઈ-વે બનાવવાની જાહેરાત કરી હતી. આ હાઈ-વે સુરતથી વાયા નાશિક- સોલાપૂર- કોલ્હાપુર- અકલકોટ- કોચીન- હૈદરાબાદ રહેશે.

છેલ્લા થોડા દિવસથી ભાજપ સતત મહાવિકાસ આઘાડી સરકારની ટીકા કરી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સત્તા ઉથલી પડવાની ભવિષ્યવાણી કરી રહ્યુ છે, છતાં તેની પરવા નહીં કરતા શરદ પવાર અને નિતીન ગડકરી રસ્તાના લોકાપર્ણના અવસરે એક સાથે થઈ ગયા હતા. રાજકરણને વચ્ચે નહીં લાવતા બંને નેતાઓએ વિકાસ કાર્ય પર ભાર આપ્યો હતો. તેમ જ એકબીજાની કામગીરી વખાણ પણ કર્યા હતા.

મહારાષ્ટ્ર શિવસેના સાંસદ ભાવના ગવલીની મુશ્કેલીઓ વધી, ઇડીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું; જાણો શું છે સમગ્ર મામલો   

આ દરમિયાન નિતીન ગડકરીએ આ નવા હાઈ-વેની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં આ હાઈ-વેનો ૪૮૧ કિલોમીટરનો રહેશે. જેમાં અહમદનગર જિલ્લામાં ૧૮૦ કિલોમીટર હશે. આ હાઈવે લગભગ ૫૦,૦૦૦ કરોડના ખર્ચે બનશે. આ હાઈ-વે ને લીધે નાશિક કોલ્હાપુર, સોલાપુર અને અહમદનગરમાં પરિવહન સેવા વધુ સારી થશે. તેમ જ સીધા દક્ષિણ ભારત  સાથે જોડાઈ જશે. મહારાષ્ટ્રના આ ૪ જિલ્લાને આ હાઈ-વેથી ફાયદો થશે એવું પણ ગડકરીએ કહ્યું હતું.

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version