વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 11 ડિસેમ્બર 2022ના રોજ મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ એરપોર્ટનું નામ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા મનોહર પર્રિકરના નામ પરથી રાખવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે હવે અહીં આવનાર દરેક વ્યક્તિ સ્વર્ગસ્થ મનોહર પર્રિકરને યાદ કરશે. આ એરપોર્ટ ચોક્કસપણે પ્રવાસનને વેગ આપશે. આપને જણાવી દઈએ કે પર્રિકરનું નિધન માર્ચ 2019માં થયું હતું.
મહત્વનું છે કે આ એરપોર્ટનો શિલાન્યાસ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જાણકારી અનુસાર આ એરપોર્ટ બનાવવા માટે 2 હજાર 870 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઉદ્ઘાટન સમયે પીએમ મોદીએ કહ્યું કે મોપા એરપોર્ટના નિર્માણ બાદ ગોવાના પ્રવાસનને વેગ મળશે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ છે. વડાપ્રધાને કહ્યું કે 2 એરપોર્ટ સાથે ગોવા કાર્ગો હબ બનવાની સંભાવના વધી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો: 2799 રૂપિયામાં મળી રહ્યા છે LED ટીવી અને સ્માર્ટફોન, ઓનલાઇન સેલમાં 90% સુધી ડિસ્કાઉન્ટ
એરપોર્ટની વિશેષતા શું છે?
મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટ ગોવાના ઉત્તર ભાગમાં આવેલું છે. ગોવાની રાજધાની પણજીથી 35 કિમી દૂર છે. માર્ચ 2000માં કેન્દ્ર સરકારે ગોવા રાજ્ય સરકારને મોપા ગામમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની મંજૂરી આપી હતી. પ્રથમ તબક્કામાં, એરપોર્ટની વાર્ષિક ક્ષમતા લગભગ 44 લાખ મુસાફરોની છે, જ્યારે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, તેની કુલ ક્ષમતા વાર્ષિક ધોરણે વધીને 10 મિલિયન મુસાફરોની થશે. આ એરપોર્ટ ખૂબ જ જોવાલાયક છે. વિશ્વનો સૌથી મોટો એરક્રાફ્ટ રનવે પણ બનાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં 140 થી વધુ એરપોર્ટ છે. સરકાર આગામી 5 વર્ષમાં 220 એરપોર્ટનો વિકાસ અને સંચાલન કરવાની યોજના ધરાવે છે.