News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray)ની લાઉડસ્પીકર(Loudspeaker)ની ત્રીજી મેની ડેડલાઈનને લઈને રાજ્ય સરકાર(State Govt) સતર્ક થઈ ગઈ છે. રાજ્યમાં તણાવભરી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે આગામી બે-ત્રણ દિવસોમાં મહારાષ્ટ્ર(Maharashtra)માં લાઉડસ્પીકર(Loudspeaker)ના ઉપયોગ બાબતે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવશે એવું રાજ્યના ગૃહ મંત્રી (State Home minister)દિલીપ વળસે-પાટીલે(Dilip Walse-Patil) કહ્યું હતું.
લાઉડસ્પીકરનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. તેથી લાઉડસ્પીકરના વપરાશ બાબતે સરકાર નક્કર કાયદો બનાવવાની હિલચાલમાં છે. ધાર્મિક સ્થળો(Religious Place)એ લાઉડસ્પીકર (Loudspeaker) માટે ફરી પરવાનગી લેવી પડશે કે તે બાબતે લોકોમાં મૂંઝવણ છે ત્યારે તેને લગતી માર્ગદર્શક સૂચનાઓનો મુસદ્દો મહારાષ્ટ્રના પોલીસ મહાનિયામક રજનીશ શેઠ અને મુંબઈના પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) સંજય પાંડે ઘડી રહ્યા હોવાનું દિલીપ વળસે-પાટીલે (Dilip Walse-Patil) કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ!! ટ્રાફિકને ટાળવા માટે મલાડ લિંક રોડથી એક નવો રસ્તો ખુલ્યો. આ વિસ્તારમાં જનારા લોકોને હવે સીધો બાયપાસ મળશે.
મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવાની માગણી એમએનએસ(MNS) ના અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray)એ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર)(MVA Govt)ને કરી છે, જેમાં ભાજપ(BJP) પણ તેમને સાથ આપી રહ્યો છે. મસ્જિદ પરથી ભુંગડા નહીં હટ્યા તો મસ્જિદ(Mosque)ની બહાર મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવાની ધમકી પણ રાજ ઠાકરેએ આપી છે. ત્યારે ગૃહ મંત્રલાય રાજ્યની સ્થિતિ પર નજર રાખી રહી છે. કોઈ પણ વ્યક્તિ કે સંગઠન કોમવાદી વેરઝેર ફેલાવીને તંગદિલી ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની કડક પગલાં લેવામાં આવશે એવી ચેતવણી દિલીપ વળસે-પાટીલે આપી છે.