રાજ ઠાકરેની ત્રીજી મેની ડેડલાઈન પહેલા રાજ્ય સરકાર સતર્ક. હવે લાઉડ સ્પીકર સંદર્ભે કાયદો બનશે. જાણો ગૃહ મંત્રીનું નવું નિવેદન.જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray)ની લાઉડસ્પીકર(Loudspeaker)ની ત્રીજી મેની ડેડલાઈનને લઈને રાજ્ય સરકાર(State Govt) સતર્ક થઈ ગઈ છે. રાજ્યમાં તણાવભરી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે આગામી બે-ત્રણ દિવસોમાં મહારાષ્ટ્ર(Maharashtra)માં લાઉડસ્પીકર(Loudspeaker)ના ઉપયોગ બાબતે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવશે એવું રાજ્યના ગૃહ મંત્રી (State Home minister)દિલીપ વળસે-પાટીલે(Dilip Walse-Patil) કહ્યું હતું.

લાઉડસ્પીકરનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. તેથી લાઉડસ્પીકરના વપરાશ બાબતે સરકાર નક્કર કાયદો બનાવવાની હિલચાલમાં છે. ધાર્મિક સ્થળો(Religious Place)એ લાઉડસ્પીકર (Loudspeaker) માટે ફરી પરવાનગી લેવી પડશે કે તે બાબતે લોકોમાં મૂંઝવણ છે ત્યારે તેને લગતી માર્ગદર્શક સૂચનાઓનો મુસદ્દો મહારાષ્ટ્રના પોલીસ મહાનિયામક રજનીશ શેઠ અને મુંબઈના પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) સંજય પાંડે ઘડી રહ્યા હોવાનું દિલીપ વળસે-પાટીલે (Dilip Walse-Patil)  કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ!! ટ્રાફિકને ટાળવા માટે મલાડ લિંક રોડથી એક નવો રસ્તો ખુલ્યો. આ વિસ્તારમાં જનારા લોકોને હવે સીધો બાયપાસ મળશે.

મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવાની માગણી એમએનએસ(MNS) ના અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray)એ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર)(MVA Govt)ને કરી છે, જેમાં ભાજપ(BJP) પણ તેમને સાથ આપી રહ્યો છે. મસ્જિદ પરથી ભુંગડા નહીં હટ્યા તો મસ્જિદ(Mosque)ની બહાર મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવાની ધમકી પણ રાજ ઠાકરેએ આપી છે. ત્યારે ગૃહ મંત્રલાય રાજ્યની સ્થિતિ પર નજર રાખી રહી છે. કોઈ પણ વ્યક્તિ કે સંગઠન કોમવાદી વેરઝેર ફેલાવીને તંગદિલી ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની કડક પગલાં લેવામાં આવશે એવી ચેતવણી દિલીપ વળસે-પાટીલે આપી છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!