ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
મહારાષ્ટ્રમાં નવો સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ અમલમાં મૂકવામાં આવી ગયો છે. તેથી અનેક નિયમો પણ બદલાઈ ગયા છે અને દંડની રકમમાં પણ મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે. તેથી હવેથી ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોનું આવી બનશે.
કેન્દ્રના નવા એક્ટ મુજબ દંડની રકમ મોટી હોવાથી બેશિસ્ત રીતે વાહન ચલાવનારા પાસેથી મોટો દંડ વસૂલ કરાશે. નવા નિયમ મુજબ વાહન ચલાવતા સમયે મોબાઈલ પર બોલતા પકડયા તો ટુ વ્હીલર ચલાવનારા પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલાશે. તો ફોર વ્હીલરવાળા પાસેથી બે હજાર રૂપિયાનો દંડ વસૂલાશે. એટલું જ નહીં પણ ત્રણ વર્ષની અંદર બીજી વખત અને ત્યારબાદ પણ ફરી વખત પકડાયા તો તે ગુના માટે દસ હજાર રૂપિયાનો દંડ ફટકારાશે.
લાઈસન્સ વગર વાહન ચલાવનારા પાસેથી પહેલા 500 રૂપિયાનો દંડ વસૂલાતો હતો, હવે તેમાં વધારો કરીને આ રકમ 5,000 રૂપિયા કરી નાખવામાં આવી છે.
ટ્રાફિકના નવા નિયમ મુજબ ટ્રાફિકના નિયમનો ભંગ કરીને બેજવાબદાર પૂર્વક વાહન ચલાવનાર ટુ વ્હીલરવાળા પાસેથી એક હજાર રૂપિયા અને ફોર વ્હીલરવાળા પાસેથી ત્રણ હજાર રૂપિયા તો અન્ય વાહન ચલાવનારા પાસેથી ચાર હજાર રૂપિયાનો દંડ વસૂલાશે. ત્રણ વર્ષથી અંદર ફરી ગુનો કરતા પકડાયા તો દસ હજાર રૂપિયાનો દંડ થશે. 16 વર્ષથી નીચેની વ્યક્તિ લાઇસન્સ વગર વાહન ચલાવતા પકડાયું તો પહેલા 500 રૂપિયા દંડ હતો, તે હવે 5,000 રૂપિયા હશે.
વારાણસીમાં વડાપ્રધાને બધા પ્રોટોકોલ તોડી નાખ્યા. કાર રોકીને પાઘડી સ્વીકારી લોકોને મળ્યા. જુઓ વિડીયો
અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્રના નવા મોટર વ્હીકલ એક્ટનો મહારાષ્ટ્ર સરકારે વિરોધ કર્યો હતો. જોકે રાજયમાં ટ્રાફિકના વધતા બનાવને ધ્યાનમાં રાખીને છેવટે નવા નિયમને પહેલી ડિસેમ્બર 2021થી અમલમાં મૂકી દેવામાં આવ્યો છે.