ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર.
કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. નવી ગાઇડલાઇન મુજબ રાજ્યમાં આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
૧. સવારે 5:00 થી રાત્રે ૧૧ વાગ્યા દરમિયાન પાંચ થી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર મનાઇ.
૨. રાત્રે ૧૧ થી 05:00 સુધી માત્ર અતિ આવશ્યક સુવિધાઓ જ ચાલુ રહી શકશે. એટલે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ બહાર નહીં નીકળી શકે. તેમજ માત્ર ઇમર્જન્સી સુવિધાઓ જ કાર્યરત રહી શકશે.
૩. સ્વિમિંગ પૂલ, સ્પા, બ્યુટી સલૂન તેમજ જિમ્નેશિયમ સંપૂર્ણ રીતે બંધ.
૪. સિનેમા અને શોપિંગ કોમ્પલેક્ષ તેમજ રેસ્ટોરન્ટ માત્ર 50 ટકા ક્ષમતા સાથે ચાલી શકશે તેમજ રાત્રે 10:00 થી સવારે 8:00 સુધી બંધ રહેશે.
૫. સાર્વજનિક વાહન વ્યવહાર માત્ર બે વેકસીન લીધેલાઓ માટે જ ઉપલબ્ધ રહેશે.
૬. તમામ શાળા અને કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ.
૭. લગ્નમાં માત્ર 50 માણસ ની હાજરી
૮. અંતિમ સંસ્કારમાં માત્ર ૨૦ માણસ ની હાજરી.
૯. સાર્વજનિક કાર્યક્રમોમાં માત્ર 50 લોકોની હાજરી.
૧૦. પ્રાઇવેટ ઓફિસમાં માત્ર 50 ટકા હાજરી ની ભલામણ કરવામાં આવી છે તેમજ કર્મચારીઓ પૂરી રીતે વેક્સિન લીધેલા છે કે નહીં તેની ચકાસણી કરવાની સલાહ આપવામાં આવી છે.