Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે નવા પ્રતિબંધોની જાહેરાત કરી. હવે આ સમયગાળા દરમિયાન બધું જ બંધ. જાણો નવા નિયમો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

 શનિવાર. 

કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. નવી ગાઇડલાઇન મુજબ રાજ્યમાં આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.

૧. સવારે 5:00 થી રાત્રે ૧૧ વાગ્યા દરમિયાન પાંચ થી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર મનાઇ.

૨. રાત્રે ૧૧ થી 05:00 સુધી માત્ર અતિ આવશ્યક સુવિધાઓ જ ચાલુ રહી શકશે. એટલે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ બહાર નહીં નીકળી શકે. તેમજ માત્ર ઇમર્જન્સી સુવિધાઓ જ કાર્યરત રહી શકશે.

૩. સ્વિમિંગ પૂલ, સ્પા, બ્યુટી સલૂન તેમજ જિમ્નેશિયમ સંપૂર્ણ રીતે બંધ.

૪. સિનેમા અને શોપિંગ કોમ્પલેક્ષ તેમજ રેસ્ટોરન્ટ માત્ર 50 ટકા ક્ષમતા સાથે ચાલી શકશે તેમજ રાત્રે 10:00 થી સવારે 8:00 સુધી બંધ રહેશે.

૫. સાર્વજનિક વાહન વ્યવહાર માત્ર બે વેકસીન લીધેલાઓ માટે જ ઉપલબ્ધ રહેશે.

૬. તમામ શાળા અને કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ.

૭. લગ્નમાં માત્ર 50 માણસ ની હાજરી

૮. અંતિમ સંસ્કારમાં માત્ર ૨૦ માણસ ની હાજરી.

૯. સાર્વજનિક કાર્યક્રમોમાં માત્ર 50 લોકોની હાજરી.

૧૦. પ્રાઇવેટ ઓફિસમાં માત્ર 50 ટકા હાજરી ની ભલામણ કરવામાં આવી છે તેમજ કર્મચારીઓ પૂરી રીતે વેક્સિન લીધેલા છે કે નહીં તેની ચકાસણી કરવાની સલાહ આપવામાં આવી છે.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version